________________
સાંખ્યમત
૨૦૯ થાય છે. ઇષ્ટ અને પૂર્વ કર્મો કરવાથી દાક્ષિણ બન્ધ થાય છે. પુરુષતત્ત્વને ન જાણનારા, સાંસારિક કામનાઓથી મલીન મનવાળાઓને દાક્ષિણ બન્ધ થાય છે કેમ કે તેઓ ઈષ્ટ અને પૂર્ત કર્મો કરે છે. કહ્યું પણ છે કે – “જે મૂઢ લોકો ઇષ્ટાપૂર્ત કર્મોને – શ્રુતિપ્રતિપાદિત યજ્ઞ આદિ કર્મો ઈષ્ટકર્મો અને સ્મૃતિવિહિત કૂવા, વાવ આદિનું નિર્માણ કરવારૂપ પૂર્તકર્મોને- જ વરિષ્ઠ અર્થાત્ સર્વશ્રેષ્ઠ માનીને અન્ય કોઈ કલ્યાણકારી કર્મ યા ધ્યાન આદિને કર્તવ્ય સમજતા નથી તેઓ પહેલાં યજ્ઞાદિ કર્મના ફળરૂપે સ્વર્ગ પામે છે અને છેવટે આ મનુષ્યલોકમાં કે તેનાથી પણ હીન તિર્યલોક આદિમાં જન્મ લે છે.” (મુંડકોપનિષદ્, ૧.૨.૧૦]. બન્ધથી પરલોકમાં જન્મ લેનારૂપ અથાત્ ભવભ્રમણરૂપ યા જન્મમરણના ચકરૂપ સંસાર ચાલ્યા કરે છે.
29. સાંધ્યમતે ૨ પુરૂષી પ્રવૃતિવિનાત્મક્ય ન બન્યમોક્ષसंसाराः, किं तु प्रकृतेरेव । तथा च कापिला:
"तस्मान्न बध्यते नैव मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥१॥"
[સાંરા દર I] રૂતિ नवरममी बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ. भृत्यगतावपि स्वामिन्युपचर्येते तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात्पुरुषे संबन्ध इति ॥
29. સાંખ્યમતમાં પુરુષ ન તો પ્રકૃતિરૂપ અર્થાત્ કારણરૂપ છે કે ન તો વિકૃતિરૂપ અર્થાત્ કાર્યરૂપ છે. [બીજા શબ્દોમાં પુરુષ કૂટનિત્ય છે.] તેથી પુરુષનો ન તો બંધ થાય છે કે ન તો મોક્ષ થાય છે કે ન તો તેને સંસાર છે. [બંધ, મોક્ષ આદિ અવસ્થાઓ કુટસ્થનિત્યને હોય જ નહિ.] પરંતુ આ બંધ, મોક્ષ પ્રકૃતિના જ છે, સંસરણ યા સંસાર પણ પ્રકૃતિને જ છે. સાંખ્યો કહે છે, “તેથી કોઈ પુરુષ બંધાતોય નથી, કે મુક્ત પણ થતો નથી કે ભવભ્રમણ અર્થાત્ સંસરણ પણ કરતો નથી. વિવિધ સ્થૂળ શરીરો પરિણામરૂપે ધારણ કરીને પ્રકૃતિ જ બંધાય છે, સંસરણ કરે છે કે મુક્ત થાય છે.” [સાંખ્યકારિકા, ૬૨] [નાનાશ્રયા વમનુષ્યતિર્થશરીરમૂત્યર્થ: માઠર]. એટલું અવશ્ય છે કે પ્રકૃતિના બંધ, મોક્ષ અને સંસાર પુરુષના ઉપચારથી કહેવાય છે. જેમ સૈનિકોનો જય અને પરાજય રાજાનો જ જય અને પરાજય મનાય છે કેમ કે જય અને પરાજયના ફળરૂપ ધનલાભ આદિ રાજાને પ્રાપ્ત થાય છે તેમ ભોગ અને અપવર્ગ બન્ને પ્રકૃતિના જ છે તેમ છતાં પુરુષને પ્રકૃતિથી પોતે જુદો છે એવું ભેદજ્ઞાન યા વિવેકજ્ઞાન ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org