SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૯ સંદેહ છે. જુઓ “સમદર્શી આચાર્ય હરિભદ્ર' પૃ. ૪૨. પરંતુ એટલું તો કહી શકાય કે આ કૃતિ માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહથી તો પ્રાચીન છે. આ કૃતિમાં વૈદિક અને અવૈદિક એવો દર્શનવિભાગ છે. વૈદિકોમાં જૈન, બૌદ્ધ અને બૃહસ્પતિના મતોનો સમાવેશ નથી. આ ગ્રન્થમાં પણ માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહની જેમ પૂર્વ પૂર્વ દર્શનનું ઉત્તર ઉત્તર દર્શન દ્વારા નિરાકરણ છે. દર્શનોનું આ રીતે નિરાકરણ કરીને અને અદ્વૈતવેદાન્તની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દર્શનોનો ક્રમ આ ગ્રન્થમાં આ પ્રમાણે છે – (૧) લોકાયતિકપક્ષ, (૨) આતિપક્ષ, (૩) માધ્યમિક બૌદ્ધ, (૪) યોગાચાર બૌદ્ધ, (૫) સૌત્રાન્તિક બૌદ્ધ (૬) વૈભાષિક બૌદ્ધ, (૭) વૈશેષિક, (૮) નૈયાયિક, (૯) પ્રભાકર, (૧૦) ભટ્ટાચાર્ય (કુમારાંશ = કુમારિલ), (૧૧) સાંખ્ય, (૧૨) પતંજલિ, (૧૩) વેદવ્યાસ અને (૧૪) વેદાન્ત. વેદવ્યાસના દર્શનના નામે જે પક્ષ રજૂ કરવામાં આવ્યો છે તે મહાભારતનું દર્શન છે. જૈનદર્શનને આઉતપક્ષમાં રજૂ કર્યું છે. પરંતુ લેખકે ભ્રમપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે. ખબર પડતી નથી કે તેમની સમક્ષ જૈનદર્શનનો કયો ગ્રન્થ હતો. વળી, લેખકને માત્ર દિગમ્બર સંપ્રદાયનો કંઈક પરિચય છે. બૌદ્ધોના ચાર પક્ષોને અધિકારીભેદથી સ્વીકાર્યા છે. એટલું જ નહિ પણ બૃહસ્પતિ, આહત અને બૌદ્ધોના મતોને પણ અધિકારીભેદે ભિન્ન માન્યા છે. અન્ય વૈદિક મતોના વિશે પણ ગ્રન્થકારનું કહેવું છે કે તેઓ બધા વેદાન્તશાસ્ત્રના અર્થનું પ્રતિપાદન કરવા તત્પર છે – વેદાન્તશત્રિસિદ્ધાન્ત: સંક્ષેપથ થ્ય તદર્થપ્રવI: પ્રાયઃ સિદ્ધાન્તાક પરવવિનામ્ ૨૨. વેદબાહ્ય દર્શનોને ગ્રન્થકાર નાસ્તિકની ઉપાધિ આપે છે – નીતિન વેવાંતાન વૌદ્ધોજાયતાતાર્ IIધ.શા (૪) સર્વદર્શનસંગ્રહ – આ ગ્રન્થની રચના સાયણ માધવાચાર્યે (માધવવિદ્યારણ્ય) ઈ.સ.ની ચૌદમી શતાબ્દીમાં કરી છે. આ ગ્રન્થમાં પણ પૂર્વ પૂર્વ દર્શનનું ઉત્તર ઉત્તર દર્શન દ્વારા ખંડન કરાવી અત્તે અદ્વૈતવેદાન્તની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તેને પરમોત્કૃષ્ટ દર્શન તરીકે સ્થાપ્યું છે. આ ગ્રંથમાં જે દર્શનોનું નિરાકરણ કરવામાં આવ્યું છે તે પંદર છે અને છેલ્લું પરમોત્કૃષ્ટ દર્શન અદ્વૈત વેદાન્ત સોળમું છે. દર્શનોનો ક્રમ આ પ્રમાણે છે – (૧) ચાર્વાકદર્શન, (૨) બૌદ્ધદર્શન (ચારેય ભેદો), (૩) દિગમ્બર (આહતદર્શન), (૪) રામાનુજ, (૫) પૂર્ણપ્રદર્શન, (૬) નકુલીશપાશુપતદર્શન, (૭) માહેશ્વર (શૈવદર્શન), (૮) પ્રત્યભિજ્ઞાદર્શન, (૯) રસેશ્વરદર્શન, (૧૦) લૂક્યદર્શન (વૈશેષિક), (૧૧) અક્ષપાદદર્શન (નૈયાયિક), (૧૨) જૈમિનિદર્શન (મીમાંસા), (૧૩) પાણિનિદર્શન, (૧૪) સાંખ્યદર્શન, (૧૫) પાતંજલદર્શન અને (૧૬) શાંકરદર્શન (કેવલાદ્વૈતવેદાન્ત). આ ગ્રન્થનું સંપાદન વી. એસ. અત્યંકરે પોતાની મૌલિક સંસ્કૃત ટીકા સાથે કર્યું છે જેની બીજી આવૃત્તિ. કે. વી. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy