SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તર્કરહસ્યદીપિકા નિરાકરણ છે. ત્યાર પછી સૌત્રાન્તિક બૌદ્ધોના શબ્દાર્થસંબંધપ્રતિષેધવાદનું નિરાકરણ છે. હરિભદ્ર વદર્શનસમુચ્ચયમાં વેદાન્તને સ્થાન આપ્યું ન હતું પરંતુ તેમણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં (કારિકા ૫૩૪-૫૫૨) તેને સ્થાન આપ્યું છે. સંભવ છે કે આ બાબતમાં તત્ત્વસંગ્રહની તેમના ઉપર અસર હોય. દર્શનોના સંગ્રહગ્રન્થો જેટલા પણ સંસ્કૃતમાં રચાયેલા દર્શનસંગ્રાહક ગ્રન્યો છે તે બધામાં સૌથી પ્રાચીન અને સૌપ્રથમ સંગ્રહગ્રન્થ હોવાનું ગૌરવ આચાર્ય હરિભદ્રકૃત પડ્રદર્શનસમુચ્ચયને ફાળે જાય છે. તે પછી રચાયેલા દર્શનસંગ્રાહક ગ્રન્થોનો પરિચય નીચે આપીએ છીએ. (૧) સર્વસિદ્ધાન્તપ્રવેશક – આચાર્ય હરિભદ્ર પછી કોઈ જૈન મુનિએ આ ગ્રન્થની રચના કરી છે. તેની તાડપત્રીય પ્રતિમાં તે પ્રતિ લખાયાનો વિક્રમ સં. ૧૨૦૧ આપ્યો છે. તે ઉપરથી નિશ્ચિત છે કે તેની રચના વિ.સં. ૧૨૦૧ (ઈ.સ. ૧૧૪૫) પહેલાં થઈ છે. મુનિશ્રી જંબૂવિજયજીએ આ લઘુ ગ્રન્થનું સંપાદન કર્યું છે અને જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈથી તે ઈ.સ. ૧૯૬૪માં પ્રકાશિત થયો છે. ગ્રન્થ ગદ્યમાં છે. તેમાં ક્રમશઃ નૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસા અને લોકાયત દર્શનોનો પરિચય આપ્યો છે. લેખકનો ઉદ્દેશ દર્શનોનાં પ્રમાણ અને પ્રમેયનો પરિચય કરાવવાનો છે. (૨) પદર્શનવિચાર – વાયડગચ્છના જીવદેવસૂરિના શિષ્ય આચાર્ય જિનદત્તસૂરિએ (ઈ.સ. ૧૨૦૯) વિવેકવિલાસ નામની કૃતિ રચી છે (પ્રકાશક: સરસ્વતી ગ્રન્થમાલા કાર્યાલય, આગ્રા, વિ.સં.૧૯૭૬). તેના આઠમાં ઉલ્લાસમાં ષદર્શનવિચાર" નામનું પ્રકરણ છે. તેમાં જૈન, મીમાંસક, બૌદ્ધ, સાંખ્ય, શૈવ (નૈયાયિક અને વૈશેષિક) અને નાસ્તિક આ છ દર્શનોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. આ કેવળ પરિચયાત્મક પ્રકરણ છે. અન્તમાં ઉપદેશ આપવામાં આવ્યો છે કે – “સતું शास्त्राणि सर्वाणि सरहस्यानि दूरतः । एकमप्यक्षरं सम्यक् शिक्षितं निष्फलं नहि। ८.३११. આ પ્રકરણમાં ૬૬ શ્લોકો છે. (૩) સર્વસિદ્ધાન્તસંગ્રહ – આચાર્ય શંકરકૃત મનાતો આ ગ્રન્થ મદ્રાસ સરકારના પ્રેસથી ઈ.સ. ૧૯૦૯માં પ્રકાશિત થયો છે. તેનું સંપાદન શ્રી રંગાચાર્ય કર્યું છે. શ્રી પં. સુખલાલજીને આ કૃતિ પ્રસિદ્ધ અદ્વૈત વેદાન્તના આચાર્ય શંકરની હોવા વિશે ૧. આમાંથી સર્વદર્શનસંગ્રહમાં બૌદ્ધદર્શનના શ્લોકો ઉદ્ધત કર્યા છે. સર્વદર્શનસંગ્રહ, પૂના, પૃ. ૪૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy