SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ તર્કરહસ્યદીપિકા કથનનો પ્રકૃતિ અર્થની સિદ્ધિમાં કોઈ જ ઉપયોગ નથી એ અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે” એમ કહીને જો વાદી કહેવા માંડે, “અહીં કૃતકત્વ હેતુ છે, “હિનોતિ' ધાતુને “તુ' પ્રત્યય લગાડવાથી હેતુ એવું કૃદન્ત પદ બને છે. પદના પ્રકારો આ છે – નામ, આખ્યાત, નિપાત અને ઉપસર્ગ' અને પછી નામ આદિની વ્યાખ્યા કરવા લાગે તો તે પ્રકૃતિમાં અનુપયોગી અર્થાન્તર નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. 122. अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमानं निरर्थकं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः कचटतपानां गजडदबत्वात् घझढधभवदित्येतदपि सर्वथार्थशून्यत्वान्निग्रहाय भवति साध्यानुपयोगाद्वा ७।। 122. (૭) નિરર્થક – અભિધેયરહિત વર્ણાનુપૂર્વીમાત્રના પ્રયોગને નિરર્થક નામનું નિગ્રહસ્થાન કહે છે. અર્થાત અનુક્રમે એવા વર્ગોનું ઉચ્ચારણ કરવું કે જેમનો કોઈ અર્થ ન હોય એ નિરર્થક નિગ્રહસ્થાન છે.] ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે કપટતપનું ગજડદબ હોવાથી, ઘઝઢપભની જેમ.' અહીં હેતુ તરીકે આપેલી અભિધેયરહિત વર્ણાનુપૂર્વી યા તો સર્વથા અર્થશૂન્ય હોય છે કે સાધ્યસિદ્ધિમાં અનુપયોગી હોય છે. 123. યત્સાઇનવાવયં ટૂષ વા લિક્વિત્રિરહિતમfપ પ~તિवादिभ्यां बोद्धं न शक्यते, तत् क्लिष्टशब्दमप्रसिद्धप्रयोगमतिहस्वोच्चारितमित्येवंप्रकारमविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । असामर्थ्यसंवरणप्रकारो ह्ययमिति निगृह्यते ८ ।। 123. (૮) અવિજ્ઞાતાર્થ – એવા સાધનવાક્ય યા દૂષણવાક્યનો પ્રયોગ કરવો કે તેને ત્રણ વાર બોલવા છતાં પરિષદ અને પ્રતિવાદીને સમજાય નહિ તે અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન છે. પોતાના અસામર્થ્યને ઢાંકવા માટે અત્યન્ત ક્લિષ્ટ શબ્દોનું ઉચ્ચારણ, અપ્રસિદ્ધપદોનો પ્રયોગ, બહુ ધીમું બોલવું આદિ અનેક પ્રકાર અવિજ્ઞાતાર્થમાં જ સમાવિષ્ટ છે. 124. पूर्वापरासंगतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थमपार्थकं नाम निग्रहस्थानं भवति । यथा दश दाडिमानि षडपूपाः कुण्डमजाजिनं पललपिण्ड इत्यादि ९ ।। 124. (૯) અપાર્થક – પૂર્વાપર અસંગત પદોના સમૂહનો પ્રયોગ કરવાથી વાક્યનો અર્થ સિદ્ધ ન થવો એ અપાર્થક નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – ‘દસ દાડમ, છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy