SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ નૈયાયિકમત અપૂપ, કુંડ, બકરાનું ચામડું, માંસનો પિંડ આદિ.' 125. प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लंघ्यावयवविपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति स्वप्रतिपत्तिवत्परप्रतिपत्तेर्जनने परार्थानुमानक्रमस्यापगमात् १० । 125. (૧૦) અપ્રાપ્તકાલ – પહેલાં પ્રતિજ્ઞા, પછી હેતુ, પછી ઉદાહરણ, પછી ઉપનય અને છેલ્લે નિગમનનો પ્રયોગ અનુમાનમાં કરવામાં આવે છે. આ ક્રમનો ભંગ કરી અવયવોમાં ઊલટસૂલટ કરી જો અનુમાનના પંચાયવવાક્યનો પ્રયોગ કરવામાં આવે તો અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન થાય છે, કેમ કે જેમ પોતાને ક્રમ વિના પ્રતિપત્તિ થતી નથી, સમજાતું નથી તેમ બીજાને પણ ક્રમ વિના પ્રતિપત્તિ થતી નથી. અર્થાત્ પ્રતિજ્ઞાદિના ક્રમ વિના ન તો સ્વાર્થનુમાન થઈ શકે કે ન તો પરાર્થનુમાન. 126. વય વચ્ચે પ્રયોજી ચ્ચે ત નાવયવેર હન प्रयुञ्जानस्य न्यूनं नाम निग्रहस्थानं भवति । प्रतिज्ञादीनां पञ्चानामपि परप्रतिपत्तिजन्मन्युपयोगादिति ११ । 126. (૧૧) જૂન – અનુમાનમાં પાંચ અવયવોવાળા વાક્યનો પ્રયોગ કરવો જોઈએ. તેમાંથી કોઈ પણ અવયવનો પ્રયોગ ન કરવો એ ન્યૂન નામનું નિગ્રહસ્થાન છે, કેમ કે પ્રતિજ્ઞા આદિ પાંચેય અવયવો પરને જ્ઞાન કરાવવા એકસરખા ઉપયોગી છે. 127. एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति, निष्प्रयोजनाभिधानात् १२ । 127. (૧૨) અધિક – એક જ હેતુ અને એક જ ઉદાહરણથી સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેમ છતાં બે યા અધિક હેતુ અને ઉદાહરણોનો પ્રયોગ કરવો અધિક નામનું નિગ્રહસ્થાન છે. પ્રયોજન વિના જ જો આ રીતે હેતુ અને ઉદાહરણોને કહેવાની પરંપરા ચાલ્યા કરે તો વાદનો નિસ્પ્રયોજન વિસ્તાર થાય. 128. શબ્દાર્થો: પુનર્વવને પુનર્જી ના નિદાન મવતિ, अन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम, यत्र स एव शब्दः पुनरुच्चार्यते, यथानित्यः शब्दोऽनित्यः शब्द इति । अर्थपुनरुक्तं तु, यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोच्चार्यते पुनश्च पर्यायान्तरेणोच्यते, यथानित्यः शब्दो विनाशी ध्वनिरिति । अनुवादे तु पौनरुक्त्यं न दोषो, यथा हेतूपदेशेन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy