________________
૧૬૧
નૈયાયિકમત સંશયસમા જાતિ બની જાય છે. અર્થાત્ તે બે જાતિઓ જ્યારે સાધ્યમાં સંદેહ પેદા કરવા માટે પ્રયોજાય ત્યારે તે બન્ને સંશયસમા જાતિ કહેવાય છે. ઉદાહરણ – ઘટ સમાન મૃતક હોવાથી શબ્દ અનિત્ય છે કે પછી ઘટથી વિલક્ષણ આકાશ સમાન અમૂર્ત હોવાથી નિત્ય છે? ____101. द्वितीयपक्षोत्थापनबुद्धया प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा च जातिः प्रकरणसमा भवति । तत्रैवानित्यः शब्दः कृतकत्वाद् घटवदिति प्रयोगे नित्यः शब्दः श्रावणत्वाच्छब्दत्ववदिति । उद्भावनप्रकारभेदमात्रेण च जातिनानात्वं द्रष्टव्यम् १५ ।
101. (૧૫) પ્રકરણસમા – બીજા વિરોધી પક્ષને ખડો કરવાના આશયથી પ્રયોજવામાં આવતી સાધર્મેસમાં અને વૈધમ્મસમાં જાતિ જ પ્રકરણસમા જાતિ બની જાય છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે, ઘટની જેમ એ જ અનુમાનપ્રયોગ કરવામાં આવતાં જાતિવાદી કહે છે, “શબ્દ નિત્ય છે કેમ કે તે શ્રાવણ (શ્રોત્રગ્રાહ્ય) છે, શબ્દત્વની જેમ.” જો કે વાત તો એની એ જ છે પરંતુ દોષોદ્ભાવનની રીત જુદી હોવાથી આ જાતિને પેલી બેથી જુદી ગણવી જોઈએ.
102. ઐત્યિાનુપપા દેતો પ્રત્યવસ્થાનમહેતુસમાં નારિ I હેતુ साधनं तत्साध्यात्पूर्वं पश्चात्सह वा भवेत् । यदि पूर्वमसति साध्ये तत्कस्य साधनम् । अथ पश्चात्साधनं तर्हि पूर्वं साध्यं तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन । अथ युगपत्साध्यसाधने तर्हि तयोः सव्येतरगोविषाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति १६ ।
102. (૧૬) અહેતુસમા – ત્રણે કાળમાં હેતુ ઘટતો નથી એ દર્શાવી કરવામાં આવતું ખંડન અહેતુસમાં જાતિ છે. ઉદાહરણ – હેતુ એટલે સાધન. સાધન કાં તો સાધ્યની પૂર્વે હોય કાં તો સાધ્યની પછી હોય કાં તો સાધ્યની સાથે સાથે હોય. આિ ત્રણ જ વિકલ્પો સંભવે છે. જો કહો કે સાધન સાધ્યની પહેલાં હોય છે તો તે વખતે સાધ્યનો અભાવ છે, તો પછી તે કોનું સાધન બનશે? જો સાધ્ય ન હોય તો પછી સાધન કેવું? જો કહો કે સાધન સાધ્યની પછી હોય છે તો એનો અર્થ એ થયો કે સાધ્ય સાધનની પહેલાં વિદ્યમાન અર્થાત્ સિદ્ધ છે, તો પછી સાધનની આવશ્યકતા જ ક્યાં રહી? જો સાધ્ય અને સાધન યુગપતું હોય છે એમ કહેવામાં આવે તો યુગપત ઉત્પન્ન થનારાં ગાયનાં ડાબા અને જમણા બન્ને શિંગડાઓમાં જેમ સાધ્યસાધનભાવ સંભવતો નથી તેમ કોઈ પણ યુગપત્ ઉત્પન્ન બે પદાર્થોમાં સાથસાધનભાવ સંભવે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org