SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ નિયાયિકમત यदेतत्कृतकत्वं साधनमुपन्यस्तं तत्कि प्राप्य साध्यं साधयत्यप्राप्य वा । प्राप्य चेत्, तर्हि द्वयोर्विद्यमानयोरेव प्राप्तिर्भवति न सदसतोरिति । द्वयोश्च सत्त्वात्कि कस्य साध्यं साधनं वा । अप्राप्य तु साधनत्वमयुक्तमतिप्रसंगादिति ९-१० । 96. (૯-૧૦) પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિ – પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિકલ્પ ખડા કરીને ખંડન કરવું એ પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમાં જાતિઓ છે. ઉદાહરણ – આપે જે કૃતકત્વ હેતનો પ્રયોગ કર્યો છે તે હેતુ સાધ્યને પ્રાપ્ત કરીને સાધે છે કે સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ સાધે છે? જો સાધ્યને પ્રાપ્ત કરીને સાધતો હોય તો પ્રાપ્તિ બે વિદ્યમાન અર્થાત્ સિદ્ધ પદાર્થોની જ સંભવે છે – એક વિદ્યમાન હોય અને બીજો અવિદ્યમાન હોય તો પ્રાપ્તિ સંભવતી નથી અને જો બન્ને વિદ્યમાન અર્થાત્ સિદ્ધ હોય તો કોણ કોનું સાધ્ય બનશે અને કોણ કોનું સાધન બનશે? એક સાધન અને બીજો સાધ્ય શા માટે બને? કાં તો બન્નેય સાધ્ય બનશે કાં તો બન્નેય સાધન. પણ આવું તો અસ્વીકાર્ય છે. આ થઈ પ્રાપિસમાં જાતિની વાત.] જો કહેવામાં આવે કે કૃતકત્વ હેતુ સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ તેની સિદ્ધિ કરે છે તો તેમ કહેવું ઉચિત નથી. પ્રાપ્ત કર્યા વિના કોઈ કોઈને સાધતું નથી. અન્યથા અતિપ્રસંગદોષ આવે અર્થાત્ ધૂમ હેતુ પણ જલરૂપ સાધ્યની સિદ્ધિ કરે. આ અપ્રાપિસમાં જાતિ છે.] 97. प्रसंगापादनेन प्रत्यवस्थानं प्रसंगसमा जातिः । यद्यनित्यत्वे कृतकत्वं साधनं, तदा कृतकत्वे किं साधनं, तत्साधनेऽपि किं साधनमिति 97. (૧૧) પ્રસંગસમા – અનવસ્થાદોષની આપત્તિ (પ્રસંગ) આપી ખંડન કરવું એ પ્રસંગસમા જાતિ છે. ઉદાહરણ – જો શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વ હેતુ આપો છો તો શબ્દમાં કૃતકત્વ સિદ્ધ કરવા માટે કયો હેતુ છે? અને તેને સિદ્ધ કરવા માટે વળી કયો હેતુ આપશો? [આ પરંપરાનો કોઈ અન્ત નહિ આવે અને અનવસ્થા થશે. આ પ્રસંગસમા જાતિ છે.] 98. પ્રતિવૃષ્ટોન પ્રત્યવસ્થાનું પ્રતિષ્ઠાન્ત નતિઃ નિત્ય શબ્દ प्रयत्नानन्तरीयकत्वात्, घटवदित्युक्ते जातिवाद्याह । यथा घट: प्रयत्नानन्तरीयकोऽनित्यो दृष्टः, एवं प्रतिदृष्टान्त आकाशं नित्यमपि प्रयत्नानन्तरीयकं दृष्टं, कूपखननप्रयत्नानन्तरं तदुपलम्भादिति । न चेदमनैकान्तिकत्वोद्भावनं भङ्ग्यन्तरेण प्रत्यवस्थानात् १२ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy