________________
તર્કરહસ્યદીપિકા
અવર્ણસમા જાતિ છે અને દૃષ્ટાન્તમાં વર્ણત્વ અર્થાત્ અસિદ્ધત્વની આપત્તિ આપવી એ વર્ણસમા જાતિ છે. સાધ્યધર્મ અને દૃષ્ટાન્તધર્મમાં તો પૂરી સમાનતા હોવી જોઈએ પરંતુ ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે, ઘટની જેમ' એ પ્રયોગમાં સાધ્યનો ધર્મ અનિત્યત્વ અસિદ્ધ છે જ્યારે દૃષ્ટાન્તનો ધર્મ અનિત્યત્વ સિદ્ધ છે, બન્ને અનિત્યત્વ ધર્મો જુદા છે, વિલક્ષણ છે, એક નથી. તેવી જ રીતે શબ્દનો કૃતકત્વ ધર્મ તાલ્વાદિવ્યાપારજન્યત્વરૂપ છે જ્યારે ઘટનો કૃતકત્વ ધર્મ કુંભારોત્પન્નત્વરૂપ છે અને આમ શબ્દની કૃતકતા અને ઘટની કૃતકતા પણ એક નથી પણ જુદી છે, વિલક્ષણ છે.
૧૫૮
94. धर्मान्तरविकल्पेन प्रत्यवस्थानं विकल्पसमा जातिः । यथा कृतकं किंचिन्मृदु दृष्टं तूलशय्यादि, किंचित्तु कठिनं कुठारादि, एवं कृतकं किंचिदनित्यं भविष्यति घटादिकं, किंचिच्च नित्यं शब्दादीति ७ ।
94. (૭) વિકલ્પસમા – અન્ય ધર્મનો વિકલ્પ કરીને ખંડન કરવું એ વિકલ્પસમા જાતિ છે. ઉદાહરણ — ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે’ આ પ્રયોગનું ખંડન કરતાં પ્રતિવાદી કહે છે, ‘કૃતક પદાર્થોમાં કેટલાક રજાઈ, ગાદલું જેવા પદાર્થો પોચા દેખ્યા છે અને કેટલાક કુહાડી જેવા પદાર્થો કઠિન દેખ્યા છે, તો તેવી જ રીતે કૃતક પદાર્થોમાં કેટલાક ઘટ જેવા પદાર્થો અનિત્ય છે પણ કેટલાક શબ્દ જેવા પદાર્થો નિત્ય હશે.' આમ કૃતક વસ્તુમાં મૃદુ, કઠિન આદિ વિકલ્પો ઊભા કરીને સાધ્યમાં વિપરીત ધર્મ દેખાડવો એ વિકલ્પસમા જાતિ છે.
95. साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यदि यथा घटस्तथा शब्दः प्राप्तं तर्हि यथा शब्दस्तथा घट इति, शब्दश्च साध्य इति घटोऽपि साध्यो भवेत्, ततश्च न साध्यः साध्यस्य दृष्टान्तः स्यात् । न चेदेवं तथापि वैलक्षण्यात्सुतरां न दृष्टान्त इति ८ ।
95, (૮) સાધ્યસમા જાતિ – દૃષ્ટાન્તમાં સાધ્યની સાથે સમાનતા દર્શાવી ખંડન ક૨વું એ સાધ્યસમા જાતિ છે. ઉદાહરણ જો જેવો ઘટ (દૃષ્ટાન્ત) છે તેવો જ શબ્દ(સાધ્યધર્મી) હોય તો એનો અર્થ એ થયો કે જેવો શબ્દ છે તેવો ઘટ છે કેમ કે સમાનતા હમેશા બેતરફી હોય છે. આમ જ્યારે બન્ને સરખા છે ત્યારે શબ્દ સાધ્ય હોય તો ઘટ પણ સાધ્ય હોવો જોઈએ અને બન્ને સાધ્ય હોય તો એક સાધ્ય બીજા સાધ્યનું દૃષ્ટાન્ત કેવી રીતે બની શકે ? અને જો બન્ને સરખા નથી તો બન્ને એકબીજાથી વિલક્ષણ જ હોય અને એવી સ્થિતિમાં ઘટ દૃષ્ટાન્ત જ ન બની શકે.
96. प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्तिसमे जाती ।
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org