________________
નૈયાયિકમત
૧૫૭. 92. (૩-૪) ઉત્કર્ષસમાં અને અપકર્ષસમાં જાતિ- દષ્ટાન્તની સમાનતાના આધારે દૃષ્ટાન્તના કોઈ અપ્રકૃત ધર્મનો સાધ્યમાં ઉત્કર્ષ અર્થાત્ સદ્ભાવની આપત્તિ (પ્રસંગ) આપીને ખંડન કરવું એ ઉત્કર્ષસમા જાતિ છે, તથા દૃષ્ટાન્તની સમાનતાના આધારે સાધ્યમાં કોઈ ધર્મનો અપકર્ષ યા અભાવ દર્શાવીને ખંડન કરવું એ અપકર્ષસમાં જાતિ છે. “શબ્દ અનિત્ય છે કેમ કે તે ઘડાની જેમ કૃતક છે આ પ્રયોગમાં દષ્ટાન્તની સમાનતાના આધારે કોઈ અપ્રકૃત ધર્મનું સાધ્યમાં આપાદન કરનારો પ્રતિવાદી ઉત્કર્ષસમાં જાતિનો પ્રયોગ કરનારો હોય છે. તે કહે છે, “જો ઘડાની જેમ કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે તો ઘડાની જેમ તે મૂર્ત પણ હોવો જોઈએ. જો ઘડાની જેમ તે મૂર્ત ન હોય તો ઘડાની જેમ તે અનિત્ય પણ ન હો'. આ રીતે શબ્દમાં મૂર્તિત્વરૂપ ધર્માન્તરનો ઉત્કર્ષ(સદ્ભાવ) દેખાડીને ખંડન કરવું એ ઉત્કર્ષસમાં જાતિ છે.
અપકર્ષસમાં જાતિ- “કૃતક ઘડો અશ્રાવણ અર્થાત્ શ્રોત્રગ્રાહ્ય નથી હોતો, તેથી ઘડાની જેમ શબ્દ પણ અશ્રાવણ જ હોવો જોઈએ. જો શબ્દ ઘડાની જેમ અશ્રાવણ નથી તો તેણે ઘડાની જેમ અનિત્ય પણ ન હોવું જોઈએ. જો શબ્દ ઘડાની જેમ અશ્રાવણ નથી તો ઘડાની જેમ અનિત્ય પણ ન હો.' આ રીતે શબ્દમાં શ્રાવણત્વ ધર્મનો અપકર્ષ અર્થાત્ અભાવ દેખાડીને ખંડન કરવું એ અપકર્ષસમાં જાતિ છે.
93. વવખ્ય પ્રત્યવસ્થાનું વાવાર્થ નાતી ભવતઃ | ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यस्तावेतौ वावण्यौँ साध्यदृष्टान्तधर्मों विपर्यस्यन्वावर्ण्यसमे जाती प्रयुक्ते । यथाविधः शब्दधर्मः कृतकत्वादिर्न तादृक् घटधर्मो, यादृक् च घटधर्मो न तादृक् शब्दधर्म इति । साध्यधर्मो दृष्टान्तधर्मश्च हि तुल्यौ कर्तव्यौ । अत्र तु विपर्यासः । यतो यादृग् घटधर्मः कृतकत्वादिर्न तादृक् शब्दधर्मः । घटस्य ह्यन्यादृशं कुम्भकारादिजन्यं कृतकत्वं; शब्दस्य हि ताल्वोष्ठादिव्यापारजमिति ५-६ ।
93. પ-૬) વણ્યસમા અને અવર્ણસમા જાતિ- દષ્ટાન્ત અને સાધ્યમાં સમાનતા હોવી જોઈએ, તેથી જો સાધ્ય વર્ણ અર્થાત વર્ણન કરવા યોગ્ય – સિદ્ધ કરવા યોગ્ય એટલે કે અસિદ્ધ છે તો દૃષ્ટાન્ત પણ અસિદ્ધ હોવું જોઈએ, આ રીતે વણ્યની આપત્તિ (પ્રસંગ) આપી ખંડન કરવું એ વર્ણસમા જાતિ છે. જો દૃષ્ટાન્ત અવશ્થ અર્થાત સિદ્ધ કરવા યોગ્ય નથી એટલે કે સ્વયં પ્રસિદ્ધ છે તો સાધ્ય પણ પ્રસિદ્ધ હોવું જોઈએ, આ રીતે અવર્ણની આપત્તિ દઇને ખંડન કરવું અવણ્યસમા જાતિ છે. ખાપનીય એટલે જેને સિદ્ધ કરવાનું છે તેને વર્યુ કહે છે અને જે સિદ્ધ કરવા યોગ્ય નથી અર્થાત્ સ્વયં સિદ્ધ છે તે અવર્ય કહેવાય. સાધ્યમાં અવર્ણત્વ અર્થાત પ્રસિદ્ધત્વની આપત્તિ આપવી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org