________________
૧૫૪
તર્કરહસ્યદીપિકા પરંતુ છલવાદી તો બ્રાહ્મણત્વરૂપ સામાન્યને અર્થાત્ વિવક્ષિત વિદ્યાદિયુક્તત્વરૂપ વિશેષના અભાવમાં પણ રહેનારા સામાન્યને અવિનાભાવી હેતુ માનીને ઉક્ત વાક્યનું આ રીતે ખંડન કરે છે– “જુઓ ત્રાત્ય ( જે દ્વિજના સંસ્કાર નથી થયા એવા અસંસ્કૃત બ્રાહ્મણ) પણ જાતિએ બ્રાહ્મણ છે પણ તેમનામાં ન તો વિદ્યા છે કે ન તો ચારિત્ર. જો બ્રાહ્મણમાં વિદ્યાચરણસમ્પત્તિ હોતી જ હોય તો વાત્યમાં પણ હોવી જોઈએ કેમ કે વાત્ય પણ છેવટે તો બ્રાહ્મણ જ છે.' [બીજા શબ્દોમાં, તાત્પર્યવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનનું ખંડન કરવું એ સામાન્યછલ છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણોમાં વિદ્યાચરણસમ્પત્તિ સંભવે છે એવા આશયથી વાદી કહે છે, બ્રાહ્મણમાં વિદ્યાચરણસમ્પત્તિ હોય છે.” આ સાંભળી પ્રતિવાદી વાદીનો આશય (તાત્પર્યાર્થ) “સંભવ' અર્થમાં હતો તે ઉલટાવી “નિયમ' અર્થમાં કલ્પે છે અને વાદીના વચનનું ખંડન કરતાં કહે છે, કેટલાક બ્રાહ્મણો વિદ્યાચરણસમ્પન્ન નથી હોતા.'].
87. ગૌપરિ પ્રયોને મુરાર્થન્યના પ્રતિપેશ ૩૫aછનમ્ यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते छलवाद्याह, मञ्चस्थाः पुरुषाः क्रोशन्ति, न मञ्चास्तेषामचेतनत्वादिति ॥३॥
87. (૩) ઉપચારછલ– કોઈ શબ્દનો પ્રયોગ ઉપચારથી યા લક્ષણાથી કરવામાં આવ્યો હોય ત્યારે તેનો અર્થ બદલીને મુખ્ય અર્થની કલ્પના કરી ખંડન કરવું એ ઉપચારછલ છે. ઉદાહરણ– “મંચો શોરબકોર કરે છે એમ કહેનાર વ્યક્તિ “મંચ' શબ્દનો પ્રયોગલક્ષણાર્થમાં કરે છે ત્યારે છલવાદી તે શબ્દના મુખાર્થની કલ્પના કરી તે વાક્યનું ખંડન કરતાં કહે છે, “અચેતન મંચો શોરબકોર કેવી રીતે કરી શકે? મંચો નહિ પરંતુ મંચસ્થ પુરુષો શોરબકોર કરે છે.” [શબ્દની લક્ષણાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તોડવું તે ઉપચારછલ છે. અર્થાત્ વક્તાને લક્ષ્યાર્થ અભિપ્રેત હોવા છતાં તે શબ્દના અભિધેયાર્થને ગ્રહ વક્તાના વચનનું ખંડન કરવું એ ઉપચારછલ છે.]
88. નથ સ્થ૭નં વિદ્યાસુરી વાછત્નોફાદામાદ, 'कूपो नवोदकः' इति अत्र नूतनार्थनवशब्दस्य प्रयोगे कृते छलवादी दूषयति। कुत एक एव कूपो नवसंख्योदक इति । अनेन शेषछलद्वयोदाहरणे अपि सूचिते द्रष्टव्ये इति ।
88. ગ્રન્થકાર આચાર્યે છલની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી આદ્ય વાકછલનું જ ઉદાહરણ શ્લોકમાં આપ્યું છે– “કૂવામાં નવજલ છે. અહીં નૂતન અર્થમાં “નવ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org