SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૩૧ લિંગીવિષયક પ્રમિતિને ઉત્પન્ન કરે છે, એટલે તે લિંગપ્રત્યક્ષપૂર્વક અનુમાન પ્રમાણ છે. આ બીજી વ્યાખ્યા થઈ. આ બે વ્યાખ્યાઓમાંથી પહેલી વ્યાખ્યા જ ઘણા બધા અધ્યયન આદિ આચાર્યોને માન્ય છે. બીજી વ્યાખ્યામાં પૂર્વવતુ આદિની ચાર વ્યાખ્યાઓ કરવામાં આવી છે, તેથી આ બીજી વ્યાખ્યાને જ જોવી યા વિચારવી જોઈએ. આ અનેક વ્યાખ્યાભેદોની જાળમાં શિષ્યની બુદ્ધિ ગૂંચવાઈ ન જાય એ ખાતર ગ્રન્થકાર પોતે અન્ય વ્યાખ્યાઓની ઉપેક્ષા કરીને ત્રિવિધ હેતુઓના વિષયો દર્શાવવા માટે પૂર્વવત્ આદિ પદોનું વ્યાખ્યાન કરે છે– તે પૂર્વવત આદિ અનુમાનોમાં પહેલું પૂર્વવત્ અનુમાન છે. કારણરૂપ હેતુથી કાર્યરૂપ સાધ્યના અનુમાનને અર્થાત્ જ્ઞાનને આ અનુમાનના પ્રકરણમાં પૂર્વવત્ અનુમાન અર્થાત્ કાર્યાનુમાન (કાર્યનું અનુમાન) કહે છે. “વારત વાર્થમનુHIમહવિતમ્' એવો પાઠ પણ મળે છે. આ પાઠમાં ‘તિ' પદનો અધ્યાહાર કરીને કારણથી “કાર્ય છે” એવું અનુમાનજ્ઞાન કરવું એને આ અનુમાનના પ્રકરણમાં પૂર્વવત્ અનુમાન કહ્યું છે. આવો અર્થ થાય છે. બન્ને પાઠોમાં જે લિંગીજ્ઞાનને “અનુમાન' શબ્દ દ્વારા જણાવવામાં આવેલ છે તે પૂર્વવત્ સૂત્રની બીજી વ્યાખ્યા કરનારાઓના મતને અનુસરીને છે, પ્રથમ વ્યાખ્યા કરનારાઓના મતને અનુસરીને નથી. પ્રથમ વ્યાખ્યા કરનારાઓના મતે તો ઉક્ત સાધ્યનું જ્ઞાન જેનાથી (વત:) ઉત્પન્ન થાય તે હેતુ જ “અનુમાન' શબ્દનો વાચ્ય છે. આવી જ રીતે શેષવત આદિની વ્યાખ્યામાં પણ બે પક્ષો સમજી લેવા જોઈએ. તાત્પર્ય એ છે કે જયાં સ્વજ્ઞાનવિશિષ્ટ કારણથી અર્થાત જ્ઞાયમાન કારણથી કાર્યનું જ્ઞાન થાય છે તે પૂર્વવત અનુમાન છે. અહીં “અર્થોપલબ્ધિના કારણને પ્રમાણ કહે છે” એવું શાસ્ત્રકારોનું વચન હોવાથી કાર્યજ્ઞાન તો અનુમાનનું ફળ છે તથા આ કાર્યજ્ઞાન જે હેતુથી ઉત્પન્ન થાય તે હેતુ અનુમાન-પ્રમાણરૂપ છે. તેથી કારણ કે કારણનું જ્ઞાન અથવા કાર્યકારણસંબંધનું સ્મરણ કાર્યનું અનુમાનજ્ઞાન કરાવતા હોવાના કારણે પૂર્વવત્ અનુમાન છે. (૧૭૧૮-૧૯). 51. તથલારામદાયથાरोलम्बगवलव्यालतमालमलिनत्विषः । वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ॥२०॥ व्याख्या-'यथेति' निदर्शनदर्शनार्थः । रोलम्बा भ्रमराः, गवला अरण्यजातमहिषाः, व्याला दुष्टगजाः सर्पाश्च, तमालास्तापिच्छवृक्षाः । तद्वन्मलिनाः श्यामलास्त्विषः कान्तयो येषां ते तथा । एतेन मेघानां कान्तिमत्ता वचनेनानिर्वचनीया काप्यतिशयश्यामता व्यज्यते, 'एवंप्रायाः' एवंशब्द इदंप्रकार Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy