SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૧ ષદર્શનવિવરણ ઉપલબ્ધ હોવાનો નિર્દેશ છે. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત ષગ્દર્શનસમુચ્ચય(ગુણરત્નની ટીકા સહિત)માં પરિશિષ્ટરૂપે આ અવચૂર્ણિ આપવામાં આવી છે. (૫) વૃદ્ધિવિજયકૃત વિવરણ – લા. દ. વિદ્યામંદિરના પૂ. પુણ્યવિજયજીના સંગ્રહમાં નં. ૭૫૮૨ ધરાવતી હસ્તપ્રતિમાં આ કૃતિ છે. પ્રતિમાં ચાર પત્રો છે. વિ.સં. ૧૭૨૦માં લાભવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે આ વિવરણ લખ્યું છે. (૬) ચારિત્રસિંહગણિકૃત વૃત્તિ - બદર્શનસમુચ્ચય ઉપરની ચારિત્રસિંહગણિની વૃત્તિનો ઉલ્લેખ એફ. હૉલે પોતાના ગ્રંથ ‘A Contribution towards an Index to the Bibliography of Indian Philosophical Systems', કલકત્તા, ૧૮૫૯માં કર્યો છે. આ સિવાય કોઈ માહિતી નથી. ષદ્દર્શનસમુચ્ચયના અનુવાદો (૧) ઇટાલિયન અનુવાદ ઇટાલિયન વિદ્વાન એલ. સુઆલીએ ષડ્દર્શનસમુચ્ચયના એક ભાગનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. તે એશિયાટિક સોસાયટી ઓફ ઇટલીના જર્નલ (‘Giornale della Societa asiatica italiana') ભાગ ૧૭, પૃ. ૨૪૨-૨૭૧, ફિરેન્જ, ૧૯૦૪માં પ્રકાશિત થયો છે. (૨) અંગ્રેજી અનુવાદ – પદર્શનસમુચ્ચયનો અનુવાદ ડૉ. કે.એસ.મૂર્તિએ અંગ્રેજી ટિપ્પણો સાથે કર્યો છે. તે અનુવાદ ‘A Compendium of Six Philosophies' શીર્ષકથી ટાગોર પબ્લિશિંગ હાઉસે તેનાલીથી ૧૯૫૭માં પ્રકાશિત કર્યો છે. (૩) હિંદી અનુવાદ — ષદર્શનસમુચ્ચયનો હિંદી અનુવાદ ડૉ. મહેન્દ્રકુમાર જૈને કર્યો છે. તે અનુવાદ (ગુણરત્નટીકા સાથે) ભારતીય જ્ઞાનપીઠ કાશીએ ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત કર્યો છે. (૪) ગુજરાતી અનુવાદ – ષદર્શનસમુચ્ચયનો શ્રી ચન્દ્રસિંહસૂરિએ કરેલો ગુજરાતી અનુવાદ જૈન તત્ત્વાદર્શ સભાએ અમદાવાદથી ઈ.સ. ૧૮૯૨માં પ્રકાશિત કર્યો છે. ષદર્શનસમુચ્ચયની પૂર્વભૂમિકા વેદથી શરૂ કરીને ઉપનિષદો સુધી ભારતીય ચિન્તન ધારા ઉન્મુક્તભાવે વહીં રહી હતી. ઉપનિષદ્દ્ના સમયે ચિન્તનનો વિસ્ફોટ થયો. અનેક આશ્રમો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy