SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તર્કરહસ્યદીપિકા મણિભદ્રકૃત નથી પણ સોમતિલકકત છે અને કર્તા તરીકે સોમતિલકના નામ સાથે મુક્તાબાઈ જ્ઞાનમંદિર ડભોઈથી વિ.સં. ૨૦૦૬(ઈ.સ. ૧૯૪૯)માં પ્રકાશિત પણ થઈ છે તથા તેમાં પ્રશસ્તિ પણ મુદ્રિત છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે વિદ્યાતિલક મુનિએ પોતાની સ્મૃતિ માટે આ વિવૃતિ રચી હતી. આ વિદ્યાતિલકનું બીજું નામ સોમતિલકસૂરિ' હતું એ વાત પણ પ્રશસ્તિના અન્તિમ વાક્યથી સ્પષ્ટ થાય છે. પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે તેમણે વિવૃતિની રચના આદિત્યવર્ધનપુરમાં વિ.સં. ૧૩૯૨ (ઈ.સ. ૧૩૩૫)માં કરી છે. આમ આ વિવૃતિ ગુણરત્નની ટીકાથી પ્રાચીન છે. સોમતિલકસૂરિનો જન્મ વિ.સં. ૧૩૫૫, દીક્ષા વિ.સં. ૧૩૬૯, આચાર્યપદ વિ.સં. ૧૩૭૩ અને મૃત્યુ વિ.સં. ૧૪૨૪માં છે. જુઓ ગુર્વાવલી ૨૭૩, ૨૯૧. આ ટીકા પદર્શનસમુચ્ચયની કારિકાના અર્થને જ, ખંડનમાં પડ્યા વિના, વિસ્તારથી સમજાવે છે અને અર્થને વિશદ કરવા તે તે દર્શનના મૂળ ગ્રન્થોમાંથી સમુચિત ઉદ્ધરણો પણ આપે છે. (૩) વાચક ઉદયસાગરકૃત અવચૂરિ– લા. દ. વિદ્યામંદિરના નગરશેઠના ભંડારમાં નં. ૮૬૯ ધરાવતી બે પત્રોની પંચપાઠી પ્રતિમાં વચ્ચે મૂળ લખી ચારે બાજુ આ અવસૂરિ લખી છે. પ્રતિની પ્રાચીનતા જોતાં કર્તા ઉદયસાગર અંચલગચ્છના ઉત્તરાધ્યયનસૂત્રની દીપિકાના રચયિતા ઉદયસાગર હોવાની સંભાવના છે. મંગલ વિના સીધું જ ટિપ્પણ શરૂ કર્યું છે. (૪) બ્રહ્મશાન્તિદાસકત અવચૂર્ણિ – લા. દ. વિદ્યામંદિરના શ્રી દેવસૂરિસંગ્રહની . ૯૩૨૪વાળી હસ્તપ્રતિમાં આ અવચૂર્ણિ છે. પ્રતિલિપિ સં. ૧૯૬૦માં કરવામાં આવી છે. આઠ પત્રો છે. સંભવ છે કે આ કૃતિ તે જ હોય જેનો નિર્દેશ જૈનગ્રન્થાવલીમાં (પૃ. ૭૯) પત્ર વાળી કોડાયભંડારગત અવચૂરિ તરીકે કરવામાં આવ્યો છે. આની બીજી હસ્તપ્રતિ તે જ દેવસૂરિસંગ્રહમાં નં. ૯૨૧૩ ધરાવે છે, તે પંચપાઠી છે અને વિ.સં. ૧૮૮૫માં લખાયેલી છે. તેના ચાર પત્રો છે. તેની પ્રતિલિપિ સૂર્યપુરમાં કરવામાં આવી છે. આ જ કૃતિની ત્રીજી પ્રતિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે, તેનો નં. ૨૮૮ છે. તેના અન્તમાં બ્રહ્મશાન્તિદાસાખેન' એવો ઉલ્લેખ છે. જિનરત્નકોષમાં પણ આ નામના કર્તાનું ૧. સોમતિલકસૂરિના પરિચય માટે જુઓ ગુર્વાવલી ર૭૨-૨૯૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૪૩૨, સોમસૌભાગ્ય ૩.૫૨-૫૪ અને જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 1, પૃ. ૪૨૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૫૧૮. અન્ય ઉદયસાગર માટે જુઓ એજન, પૃ. ૬૦૨, ૬૬૬, ૬૭૫, ૬૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy