SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ચૈતન્ય વિશેના મન્તવ્યનું કથન છે. જેવી રીતે મહુડા આદિના મિશ્રણમાં મદશક્તિ પેદા થાય છે તેમ પૃથ્વી આદિના સંયોજનથી તેમનું જે દેહાકાર પરિણમન થાય છે તેમાં ચૈતન્ય પેદા થાય છે. ૮પમાં દષ્ટ ભોગ છોડી અદૃષ્ટ પરલોકના સુખ માટે મૂર્ખ પ્રવૃત્તિ કરે છે એ ચાર્વાક મતનું કથન છે. ૮૬માં કર્તવ્યમાં પ્રવૃત્તિ અને અકર્તવ્યમાંથી નિવૃત્તિથી જન્મતો સંતોષ નિરર્થક હોવાનું અને વિષયભોગ જ ઉત્તમ ધર્મ હોવાનું કથન છે. ૮૭માં લોકાયતમતોપસંહાર છે. ષડ્રદર્શનસમુચ્ચયનું ટીકાસાહિત્ય (૧) ગુણરત્નસૂરિકૃત તર્કરહસ્યદીપિકા ટીકા - પ્રસ્તુત ગ્રન્થમાં આ ટીકા મુદ્રિત છે. આ પહેલાં આ ટીકા પ્રકાશિત થઈ છે. એક પ્રકાશન એશિયાટિક સોસાયટી કલકત્તાનું ઈ.સ. ૧૯૦૫નું છે. તેનું સંપાદન ઇટાલિયન વિદ્વાન એલ. ચુઆલીએ કર્યું છે. બીજું પ્રકાશન જૈન આત્માનન્દ સભા ભાવનગરનું (સં. ૧૯૭૪) છે અને તેના સંપાદક શ્રી દાનવિજયજી છે. ત્રીજું પ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ કાશીનું (ઈ. સ. ૧૯૬૯) છે. તેના સંપાદક ડૉ. મહેન્દ્રકુમાર જૈન છે. ટીકા વિસ્તૃત છે. તે વિવરણ, સમાલોચના, વિવેચનથી ભરપૂર છે. આચાર્ય ગુણરત્ન ષડ્રદર્શનસમુચ્ચયના મંગલમાં આવતા “સદર્શન' પદની એવી વ્યાખ્યા કરી છે કે જૈન દર્શન શ્રેષ્ઠ છે એવું તાત્પર્ય નીકળે. પરિણામે ટીકામાં અન્ય દર્શનોના મતોનું ખંડન પદે પદે મળે એ સ્વાભાવિક છે. આચાર્યે આ ટીકા ઈ.સ. ૧૪૧૦ આસપાસ રચી હોવી જોઈએ. (૨) સોમતિલકસૂરિવિરચિત વૃત્તિ- ઈ.સ. ૧૯૦૫માં ગોસ્વામી દામોદર શાસ્ત્રીએ સંપાદિત કરેલી આ વૃત્તિ ચૌખમ્બા ગ્રન્થમાલામાં પ્રકાશિત થઈ હતી. પરંતુ શાસ્ત્રીજીએ તેને મણિભદ્રકૃત માની છે. મુદ્રિત સંસ્કરણમાં તિ શ્રી મદ્રસૂતિપર્શનસમુ મળમદ્રતા નપુવૃત્તિ: સમાના' એવો ઉલ્લેખ છે. સંપાદકે એક પ્રતિ જયપુરથી અને એક પ્રતિ બનારસથી મેળવી હતી. પરંતુ જિનરત્નકોણમાં કે જૈનગ્રન્થાવલી આદિ સૂચિપત્રોમાં ક્યાંય મણિભદ્રકૃત ટીકાનો ઉલ્લેખ નથી. વળી એ પણ જોવામાં આવ્યું છે કે ગ્રન્થાગ્ર ૧૨૫૨વાળી આ વૃત્તિ જેનો પ્રારંભ સંજ્ઞાનવર્શતને' થી થાય છે તેની કેટલીય પ્રતિઓમાં કર્તાના નામનો ઉલ્લેખ જ નથી જ્યારે કેટલીય પ્રતિઓમાં સોમતિલકનો કર્તા તરીકે ઉલ્લેખ છે. તેથી આ વૃત્તિ ૧. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત પદર્શનસમુચ્ચય(ગુણરત્નની ટીકા સહિત)માં આ વૃત્તિ પરિશિષ્ટરૂપે મુદ્રિત કરવામાં આવી છે. ચૌખમ્બાના પ્રકાશનને અનુસરીને કૃતિના અત્તે તેને મણિભદ્રકૃત કહી છે પરંતુ ગ્રન્થના મુખ્ય ટાઈટલ પૃષ્ઠ ઉપર આ ક્ષતિ સુધારી લેવામાં આવી છે અને તેને સોમલતિલકકૃત કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy