SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા વૈશેષિકનો તત્ત્વો બાબતે જેટલો ભેદ છે તે દર્શાવવાની પ્રતિજ્ઞા છે. ૬૦માં છ તત્ત્વો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય ગણાવ્યાં છે. ૬૧માં નવ દ્રવ્યો પૃથ્વી, જલ, તેજ, વાયુ, અન્તરિક્ષ(આકાશ), કાલ, દિક્, આત્મા અને મન ગણાવ્યાં છે અને ગુણોની સંખ્યા પચ્ચીસ કહી છે. ૬૨-૬૩માં પચ્ચીસ ગુણો ગણાવ્યાં છે. ૬૪માં પાંચ પ્રકારનાં કર્મ ગણાવી સામાન્ય વિધ છે એમ કહ્યું છે. ૬૫માં પ૨સામાન્ય અને અપ૨સામાન્યનું કથન કરી વિશેષની વ્યાખ્યા આપી છે. ૬૬માં સમવાયની વ્યાખ્યા આપી છે. ૬૭માં બે જ પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાનને વૈશેષિકો માને છે એનું કથન છે. ૮ કારિકા ૬૮થી ૭૭માં મીમાંસકમતનું નિરૂપણ છે. ૬૮માં મીમાંસકો સર્વજ્ઞ આદિ વિશેષણોથી વિશિષ્ટ કોઈ દેવને માનતા ન હોવાનું કથન છે. ૬૯માં અતીન્દ્રિય પદાર્થોનું નિશ્ચયાત્મક જ્ઞાન નિત્ય વેદવાક્યોથી જ થતું હોવાનું કથન છે. ૭૦માં વેદપાઠ કર્તવ્ય હોવાનું અને ધર્મ સાધી આપનાર ધર્મજિજ્ઞાસા કર્તવ્ય હોવાનું કથન છે. ૭૧માં કહ્યું છે કે નોદનાલક્ષણ ધર્મ છે, ક્રિયા કરવા પ્રેરનાર વેદવચનો નોદના યા ચોદના છે અને તેનું ઉદાહરણ છે વેદવાક્ય ‘સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર હોમ કરે.' ૭૨માં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ આ છ પ્રમાણોને મીમાંસકો માનતા હોવાનું કથન છે. ૭૩માં પ્રત્યક્ષનું અને અનુમાનનું લક્ષણ છે. ૭૪માં શાબ્દનું અને ઉપમાનનું લક્ષણ છે. ૭૫માં અર્થપત્તિનું લક્ષણ છે. ૭૬માં અભાવનું લક્ષણ છે. અને ૭૭માં મીમાંસકમતોપસંહાર છે તથા આસ્તિક મતોનું નિરૂપણ સમાપ્ત થયાનું કથન છે. કારિકા ૭૮-૭૯માં આચાર્ય કહે છે કે કેટલાક નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શનને અભિન્ન ગણી પાંચ આસ્તિક દર્શનોનું અને છની સંખ્યાની પૂર્તિ કરવા માટે એક નાસ્તિક દર્શન લોકાયત(ચાર્વાક)નું નિરૂપણ કરે છે, એટલે અમે પણ લોકાયત દર્શનનું નિરૂપણ જોડીએ છીએ. કારિકા ૮૦થી ૮૭માં લોકાયત મતનું નિરૂપણ છે. ૮૦માં જીવ (આત્મા), મોક્ષ, ધર્મ, અધર્મ અને પુણ્યપાપનાં ફળનો નિષેધ છે. ૮૧માં ઇન્દ્રિયગોચર જેટલો લોક જ્ઞાત થાય છે તેટલો જ છે, ઇન્દ્રિયાગોચર પરલોક છે જ નહિ એનું કથન છે અને અનુમાનની ચર્ચા મૂર્ખ લોકો કરે છે એનું કથન પણ છે. ૮૨માં ચાર્વાકનો ઉપદેશ છે કે ભૌતિક સુખો ભોગવો, સ્વર્ગ-નરક છે જ નહિ, શરીર પૃથ્વી આદિનો સમુદાય છે, તે પરલોક સુધી જવાનું નથી. ૮૩માં ચાર ભૂતો જ તત્ત્વો હોવાનું, પૃથ્વી બધાંનો આધાર હોવાનું અને ઇન્દ્રિયપ્રત્યક્ષ એકમાત્ર પ્રમાણ હોવાનું કથન છે. ૮૪માં ચાર્વાકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy