SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિતંડાનું લક્ષણ, ૩૧માં હેત્વાભાસ, છલ અને જાતિની વ્યાખ્યા અને ૩૨માં નિગ્રહસ્થાનનું સ્વરૂપવર્ણન તથા તેના ભેદોનું કથન છે. કારિકા ૩૩માં નૈયાયિકમતોપસંહાર અને સાંખ્યમતનિરૂપણની પ્રતિજ્ઞા છે. કારિકા ૩૪થી ૪૪માં સાંખ્યદર્શનનું નિરૂપણ છે. ૩૪માં કેટલાક નિરીશ્વરવાદી હોવાનું કથન, કેટલાકના દેવ ઈશ્વર હોવાનું કથન અને સર્વસમ્મત તત્ત્વોની સંખ્યા પચ્ચીસ હોવાનું કથન છે. ૩પમાં સત્ત્વ, રજસ અને તમસનું કથન અને તેમની અનુમાનથી સિદ્ધિ છે. ૩૬માં પ્રકૃતિનું સ્વરૂપવર્ણન અને તેના પર્યાયશબ્દો છે. ૩૭માં સૃષ્ટિક્રમવર્ણન છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ યા મહતું, તેમાંથી અહંકાર અને અહંકારમાંથી સોળનો ગણ આવો સૃષ્ટિક્રમ આપ્યો છે. ૩૮-૩૯માં અગિયાર ઇન્દ્રિયો (મન સાથે) અને પાંચ તન્માત્રાઓ એ સોળનો ગણ વર્ણવ્યો છે. ૪૦માં પાંચ તન્માત્રાઓમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિનું કથન છે. ૪૧માં કથિત ચોવીસ તત્ત્વોરૂપ પ્રધાન હોવાનું કથન તેમજ પ્રધાનથી ભિન્ન સ્વત– પચ્ચીસમા પુરુષ તત્ત્વનું સ્વરૂપવર્ણન છે. ૪૨માં પ્રધાન-પુરુષનો સંબંધ પંગુ-અંધ જેવો હોવાનું કથન છે. ૪૩માં પ્રકૃતિવિયોગરૂપ મોક્ષ અને તેના ઉપાય ભેદજ્ઞાનનું (વિવેકજ્ઞાનનું) કથન તેમ જ ત્રણ જ પ્રમાણ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ હોવાનું કથન છે. ૪૪માં સાંખ્યમતોપસંહાર અને જૈનદર્શનના નિરૂપણની પ્રતિજ્ઞા છે. કારિકા ૪પથી ૫૮માં જૈનદર્શનનું નિરૂપણ છે. ૪૫-૪૬માં દેવ જિનેન્દ્રનું સ્વરૂપવર્ણન છે. ૪૭માં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો ગણાવ્યાં છે. ૪૮-૪૯માં જીવસ્વરૂપવર્ણન, અજીવલક્ષણ અને પુણ્યવ્યાખ્યા છે. પ૦માં પાપનું લક્ષણ આપ્યું છે અને બન્ધનાં કારણો મિથ્યાત્વ આદિને આસ્રવ કહેલ છે. પ૧માં આગ્નવનિરોધને સંવર તથા જીવ અને કર્મપુદ્ગલોના પરસ્પરાનુપ્રવેશને બન્ધ કહેલ છે. પરમાં કર્મોને ખંખેરી દૂર કરવા એ નિર્જરા છે તથા કર્મોનો આત્યંતિક વિયોગ એ મોક્ષ છે એમ કહ્યું છે. પ૩માં ચારિત્રયોગ્યતાકથન છે. ૫૪માં ભવ્ય જીવની સમ્યજ્ઞાન-ક્રિયાયોગથી મોક્ષપ્રાપ્તિનું કથન છે. પપમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણયનું કથન તેમ જ પ્રમાણનો વિષય અનન્તધર્માત્મક વસ્તુ છે એનું સ્પષ્ટ પ્રતિપાદન છે. પમાં પ્રત્યક્ષનું અને પરોક્ષનું લક્ષણ છે. પ૭માં સતનું લક્ષણ ઉત્પાદયધ્રૌવ્યયુક્તત્વ આપી વસ્તુની અનેકાન્તાત્મકતાને દઢ કરી છે. ૫૮માં જૈનદર્શનો પસંહાર છે. કારિકા ૫૯થી ૬૭માં વૈશેષિક દર્શનનું નિરૂપણ છે. ૫૯માં નૈયાયિકો અને વૈશેષિકોની દેવવિષયક માન્યતા એકસરખી હોવાનું કથન અને નૈયાયિકથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy