SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા આચાર્ય હરિભદ્રસૂરિ અહીં સાચા અર્થમાં દાર્શનિક મતોના સંગ્રાહક રૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તેમણે તે તે મતને તેના યથાર્થ રૂપમાં સંક્ષેપમાં રજૂ કર્યો છે. તે વિસ્તારમાં જતા નથી. તે વિવરણ, વિવેચન, વિશ્લેષણ, સમાલોચના યા ખંડનમાં પડતા નથી. બધાં દર્શનોને સમાન ગણી કોઈનો પક્ષ લીધા વિના માત્ર તે તે દર્શનનું નિરૂપણ કરે છે. અહીં તેમની સમદર્શિતા પ્રકટ છે. સંગ્રાહકનું કામ કેવળ સંગ્રહ કરવાનું છે, ન્યાય તોળવાનું કે દોષ દર્શાવવાનું નથી. પોતાની શ્રદ્ધા, પોતાનો પક્ષ કે પોતાનો મત વચ્ચે લાવ્યા વિના પ્રચલિત મુખ્ય દાર્શનિક મતોને તેમના યથાર્થ રૂપમાં તટસ્થ રીતે રજૂ કરવાનું મુશ્કેલ કામ તેમણે અહીં સમર્થ રીતે પૂર્ણ કર્યું છે. કારિકા ૧માં જિન વીરને વંદનરૂપ મંગલ, રમાં છ જદર્શનો જ્ઞાતવ્ય હોવાનું કથન તેમજ તેમના દેવ તથા તત્ત્વોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા, અને ૩માં છ દર્શનો બૌદ્ધ, ન્યાય, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય હોવાનું કથન છે. કારિકા ૪ થી ૧૨માં બૌદ્ધ દર્શનનું નિરૂપણ છે. કારિકા ૪માં દેવ સુગતનું તથા દુઃખાદિ ચાર આર્યસત્યનું કથન છે, પમાં દુ:ખરૂપ પાંચ સ્કન્ધોનું, ૬માં બીજા આર્યસત્ય સમુદયનું, ૭માં ત્રીજા આર્યસત્ય માર્ગનું અને ૮માં બાર આયતનોનું નિરૂપણ છે. કારિકા ૯માં બે જ પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાનનું કથન, ૧૦માં પ્રત્યક્ષલક્ષણ અને અનુમાનલક્ષણનું કથન તથા ૧૧માં હેતુત્રરૂપ્યનિરૂપણ છે. - કા.૧૨માં બૌદ્ધદર્શનો પસંહાર અને ન્યાયમતકથનપ્રતિજ્ઞા છે. કારિકા ૧૩થી ૩૩માં ન્યાયદર્શનનું નિરૂપણ છે. કારિકા ૧૩માં દેવ ઈશ્વરનું સ્વરૂપવર્ણન છે, ૧૪ થી ૧૬માં સોળ તત્ત્વો પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન ગણાવ્યાં છે, પ્રમાણનું લક્ષણ આપ્યું છે અને પ્રમાણની સંખ્યા ચાર કહી છે. કારિકા ૧૭ થી ૧૯માં ચાર પ્રમાણોનાં નામ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ (આગમ) ગષ્ણવ્યાં છે, પ્રત્યક્ષલક્ષણ અને અનુમાનલક્ષણ આપેલ છે તેમ જ અનુમાનના પૂર્વવત, શેષવત અને સામાન્યતોદષ્ટ ત્રણ પ્રકારો ગણાવી પૂર્વવતની વ્યાખ્યા આપી છે. કારિકા ૨૦માં પૂર્વવનું ઉદાહરણ છે, ૨૧માં શેષવતની વ્યાખ્યા અને ઉદાહરણ છે, ૨૨માં સામાન્યતોદષ્ટની વ્યાખ્યા અને ઉદાહરણ છે, ૨૩માં ઉપમાનલક્ષણ છે અને ૨૪માં શાબ્દનું (આગમનું લક્ષણ અને પ્રમેયતત્ત્વકથન છે. કારિકા રપમાં સંશય અને પ્રયોજનનું સ્વરૂપવર્ણન, ૨૬માં દૃષ્ટાન્ત અને સિદ્ધાન્તની વ્યાખ્યા તથા સિદ્ધાન્તના ચાર ભેદોનું કથન, ૨૭-૨૮માં પ્રતિજ્ઞાદિ અવયવોનું કથન, તર્કનું અને નિર્ણયનું સ્વરૂપવર્ણન, ૨૯માં વાદની વ્યાખ્યા, ૩૦માં જલ્પનું તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy