SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાના સમયમાં જૈન વાઙમયના વિવિધ ક્ષેત્રોમાં પોતાનો વિશિષ્ટ ફાળો આપ્યો છે એટલું જ નહિ પણ તત્કાલીન ભારતીય જૈનેતર વિદ્યાસમૃદ્ધિમાંથી મધુકરની જેમ મધુસંચય કરીને જૈન સાહિત્યની શ્રીવૃદ્ધિ કરી છે. તેમની દૃષ્ટિ ઉત્તરોત્તર ઉદારતા, વ્યાપકતા, સમદર્શિતા ધારણ કરે છે. સંભવ છે કે તેમણે કેવળ યોગના ગ્રન્થો જ નથી લખ્યા યોગસાધના પણ કરી હશે. તેમનું અધ્યયન વિશાળ હતું. જ્યાંથી સત્યાંશ લાધ્યો ત્યાંથી તે લીધો. ખંડ ખંડ સત્યોનો સમન્વય કરી અખંડ સત્યને પામવા મથનાર તે સત્યના મહાન શોધક અને ગ્રાહક હતા.૧ ષડ્દર્શનસમુચ્ચય પ દાર્શનિક મતોનો આ સૌપ્રથમ સંગ્રહગ્રન્થ છે. તે પદ્યબદ્ધ છે. તેમાં સત્યાસી સંસ્કૃત કારિકાઓ છે. દર્શનોની છની સંખ્યા બહુ પ્રચલિત છે. પરંતુ છ દર્શનો ક્યાં એની બાબતમાં ભિન્નતા જણાય છે. સામાન્ય રીતે છ દર્શનોમાં છ કહેવાતાં વૈદિક દર્શનો અર્થાત્ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા(મીમાંસા) અને ઉત્તરમીમાંસા (વેદાન્ત) જ ગણાવાય છે. અહીં આચાર્ય હરિભદ્રને છ દર્શનોમાં જૈન અને બૌદ્ધ દર્શનોનો સમાવેશ કરવો હતો, તેથી તેમણે યોગ અને ઉત્તરમીમાંસા(વેદાન્ત)ને છોડી તેમના સ્થાને જૈન અને બૌદ્ધ દર્શનોને લીધાં. આમ પદર્શનસમુચ્ચયમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય આ છ દર્શનોનું નિરૂપણ છે. આ જ છ દર્શનો મૂળ છે અને તેમનામાં બધાં દર્શનોનો સંગ્રહ થઈ જાય છે એવું સૂચન તેમણે કર્યું છે (કા. ૧-૩) અને આ છ દર્શનો આસ્તિક છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે. (કા. ૭૭). તેમણે જણાવ્યું છે કે કેટલાક ન્યાયમત અને વૈશેષિકમતને ભિન્ન ગણતા નથી અને એક જ ગણે છે એટલે તેમના મતે પાંચ આસ્તિક દર્શનો છે (કા.૭૮) અને છત્તી સંખ્યા પૂરી કરવા માટે તેઓ નાસ્તિક લોકાયત દર્શનને જોડી દે છે, માટે અમે પણ અહીં લોકાયત દર્શનનું નિરૂપણ કરીશું (૭૯). આનો અર્થ એ કે આચાર્ય હરિભદ્રે છ આસ્તિક દર્શનો અને એક નાસ્તિક દર્શન લોકાયતનું પ્રસ્તુત પદ્દર્શનસમુચ્ચયમાં નિરૂપણ કર્યું છે. હરિભદ્રે વેદાન્તને સ્થાન ન આપવાનું કારણ એ જ હોવું જોઈએ કે તેમના સમયમાં અન્ય દર્શનો જેવું વેદાન્તે સ્વતન્ત્ર દર્શનના રૂપમાં સ્થાન જમાવ્યું ન હતું. વેદાન્તનું સ્વતન્ત્ર દર્શન તરીકેનું સ્થાન શંકરના ભાષ્ય પછી જેવું પ્રતિષ્ઠિત થયું તેવું પ્રતિષ્ઠિત સંભવતઃ પહેલાં ન હતું અર્થાત્ મુખ્ય દર્શનના રૂપમાં તેની ગણતરી થતી ન હતી. ૧. સમદર્શી આચાર્ય હરિભદ્ર, પંડિત સુખલાલજી, મુંબઈ વિશ્વવિદ્યાલય, ૧૯૬૧. અને સમરાઇચ્ચકહી પ્રસ્તાવના, યાકોબી, બિબ્લોથિકા ઇણ્ડિકા, નં. ૧૯૭, કલકત્તા, ૧૯૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy