________________
૧૧૦
તર્કરહસ્યદીપિકા છે તે જ્ઞાનની વ્યાવૃત્તિ કરવા માટે લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂક્યું છે, કારણ કે તેવું જ્ઞાન પ્રત્યક્ષ નથી; હકીકતમાં તેનું જ્ઞાન પ્રમાણરૂપ રહેતું જ નથી પણ પ્રમેયરૂપ બની જાય છે. આપણે જોયું તેમ આ મત પ્રમાણે અહીં ‘વ્યપદે શ્ય'નો અર્થ છે વ્યપદેશવિષય (શબ્દવિષય). જે જ્ઞાન વ્યપદેશનો વિષય બન્યું નથી તે અવ્યપદેશ્ય.]
23. વ્યાપા મારે હિં પવેશ: નેન્દ્રિયાનकर्षेण चोभाभ्यां यदुत्पादितं ज्ञानं तदप्यध्यक्षफलं स्यात्तनिवृत्त्यर्थमव्यपदेश्यपदोपादानम् । इदमत्र तत्त्वम्-चक्षुर्गोशब्दयोापारे सति 'अयं गौः' इति विशिष्टकाले यज्ज्ञानमुपजायमानमुपलभ्यते, तच्छब्देन्द्रियोभयजन्यत्वेऽपि प्रभूतविषयत्वेन शब्दस्य प्राधान्याच्छाब्दमिष्यते, न पुनरध्यक्षमिति ।
23. જો પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ ન મૂકવામાં આવ્યું હોત તો ‘વ્યપદેશ અર્થાત્ શબ્દ અને ઈન્દ્રિયાર્થસકિર્ષ બન્નેથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ પ્રત્યક્ષજ્ઞાન છે' એવો અર્થ ફલિત થાત, એવા ઉભયજ જ્ઞાનને વ્યાવૃત્ત કરવા માટે લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. તાત્પર્ય એ કે ચ ઇન્દ્રિય તથા “ગાય' શબ્દ બન્નેનો યુગપત વ્યાપાર થતાં આ ગાય છે એવું વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં ચક્ષનો ગાય સાથે સન્નિકર્ષ થવો અને “ગાય” શબ્દને સાંભળવો આ બન્નેય કારણો છે તેમ છતાં શબ્દની પ્રધાનતા હોવાના કારણે અથવા શબ્દનો વ્યાપાર અધિક હોવાના કારણે આ જ્ઞાનને શાબ્દ (શબ્દજન્ય=વ્યપદેશજન્ય=વ્યપદેશ્ય) માનવામાં આવે છે, પ્રત્યક્ષ માનવામાં આવતું નથી. શબ્દની પ્રધાનતાનું કારણ છે તે જ્ઞાનની ઉત્પત્તિમાં તેનો અધિક હાથ, અધિક વ્યાપાર તથા તેના વિષયની અધિકતા. [અહીં ‘વ્યપદેશ્ય'નો અર્થ વ્યપદેશથી (શબ્દથી) જન્મેલ (જાત) કરવામાં આવ્યો છે. જે જ્ઞાન વ્યપદેશથી જન્મેલું ન હોય તે અવ્યપદેશ્ય. એવા જ્ઞાનો છે જે ઈન્દ્રિયાર્થસર્ષિથી ઉત્પન્ન છે અને સાથે સાથે વ્યપદેશથી પણ ઉત્પન્ન છે, અર્થાત્ ઉભયજ છે. આ જ્ઞાનોને ઇન્દ્રિયાર્થસકિજન્ય પણ કહેવાય અને વ્યપદેશજન્ય (વ્યપદેશ્ય) પણ કહેવાય. આવાં વ્યપદેશજન્ય (વ્યપદેશ્ય) જ્ઞાનોની વ્યાવૃત્તિ કરવા પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ મૂક્યું છે. જયંત ભટ્ટે પોતાની ન્યાયમંજરીમાં આ મતને આચાર્યોનો મત કહ્યો છે. તેમના મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ તેમજ શબ્દ (વ્યપદેશ) બન્નેથી ઉત્પન્ન થાય છે તેને વ્યપદેશ્ય(વ્યપદેશજન્ય) કહેવાય અને એવા જ્ઞાનને પ્રત્યક્ષ ન ગણી શકાય. પ્રત્યક્ષજ્ઞાન એવું ઉભયજ જ્ઞાન નથી એ દર્શાવવા પ્રસ્તુત લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. ઇન્દ્રિયાર્થસત્રિકર્ષ તેમજ શબ્દ બન્નેથી ઉત્પન્ન થનારા જ્ઞાનનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. પિતા બાળકને લઈ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org