________________
નૈયાયિકમત
૧ ૧ ૧ જાય છે. બાળક નવું વૃક્ષ દેખે છે. પિતા તેને કહે છે કે આને ‘પનસ' કહેવાય. બાળક જે વૃક્ષને ચક્ષુથી જોઈ રહ્યો છે તે વૃક્ષને વિશે તેને જ્ઞાન થાય છે કે “આ પનસ છે.' ‘આ પનસ છે એવું જે જ્ઞાન બાળકને થયું તે કેવળ ઇન્દ્રિયાર્થસકિર્યજન્ય નથી પણ સાથે સાથે શબ્દજન્ય પણ છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રવચન પણ કારણ છે. તેથી આ જ્ઞાનને વ્યપદેશ્ય કહેવામાં આવે છે. આવા જ્ઞાનોને પ્રત્યક્ષ ગણાય નહિ. તેથી પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ મૂકી આવા જ્ઞાનોને વ્યાવૃત્ત (exclude) કરવામાં આવ્યાં છે. પ્રશસ્તપાદે પણ પોતાના “પદાર્થધર્મસંગ્રહ' નામના ગ્રન્થમાં પ્રત્યક્ષની વ્યાખ્યામાં “અવ્યપદેશ્ય' પદ મૂક્યું છે. તેની ટીકામાં શ્રીધર “વ્યપદેશ્ય'નો શબ્દજન્ય એવો અર્થ કરે છે. શ્રીધરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવાં ઉભયજ જ્ઞાનો શબ્દપ્રમાણ જ છે કારણ કે તે જ્ઞાનોની ઉત્પત્તિમાં પ્રવચન સાધકતમ કારણ છે જ્યારે ઇન્દ્રિયાર્થસકિર્ષતો સહકારી કારણ છે.].
24. इन्द्रियजन्यस्य मरुमरीचिकासूदकज्ञानस्य, शुक्तिशकले कलधौतबोधादेश्च निवृत्त्यर्थमव्यभिचारिपदोपादानम् । यदतस्मिंस्तदित्युत्पद्यते तव्यभिचारि ज्ञानम्, तद्वयवच्छेदेन तस्मिंस्तदिति ज्ञानमव्यभिचारि।
24. રણની રેતમાં થતું જળનું જ્ઞાન અને છીપમાં થતું જતનું જ્ઞાન વિપરીત છે, વ્યભિચારી છે, તેથી એવાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનોની વ્યાવૃત્તિ કરવા માટે પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યભિચારી’ પદ મૂક્યું છે. જે પદાર્થ જે રૂપવાળો નથી તે પદાર્થમાં તે રૂપનું જ્ઞાન થવું એ વિપર્યય છે. આવાં વિપર્યયરૂપ જ્ઞાનોની વ્યાવૃત્તિ કરીને, જે પદાર્થ જે રૂપવાળો છે તે પદાર્થને તે જ રૂપમાં જાણનારું જ્ઞાન અવ્યભિચારી કહેવાય છે.
25. व्यवसीयतेऽनेनेति व्यवसायो विशेष उच्यते । विशेषजनितं व्यवसायात्मकम् । अथवा व्यवसायात्मकं निश्चयात्मकम् । एतेन संशयज्ञानमनेकपदार्थालम्बनत्वादनिश्चयात्मकत्वाच्च प्रत्यक्षफलं न भवतीति ज्ञापितम्।
25. વિ અર્થાત વિશેષ રૂપે અવસાયને અર્થાત્ નિશ્ચયને જેના દ્વારા કરવામાં આવે તેને વ્યવસાય અર્થાત્ વિશેષધર્મ કહેવાય. વિશેષધર્મજનિત જ્ઞાન વ્યવસાયાત્મક કહેવાય છે. અથવા વ્યવસાયાત્મકનો સીધો અર્થ છે નિશ્ચયાત્મક. આ
વ્યવસાયાત્મક' વિશેષણથી અનેક પદાર્થો વચ્ચે દોલાયમાન અસ્થિર એવા અનિશ્ચયાત્મક સંશયજ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. આવું અનિશ્ચયાત્મક સંશયજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન નથી એ જણાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org