SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ संबन्धाच्च ज्ञानमुत्पद्यते । यदुक्तम्'आत्मा सहति मनसा मन इन्द्रियेण, 66 योगोऽयमेव मनसः किमगम्यमस्ति, स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्रः । તર્કરહસ્યદીપિકા यस्मिन् मनो व्रजति तत्र गतोऽयमात्मा ॥१॥" 20. ‘ઇન્દ્રિય અને અર્થના સત્રિકર્ષથી ઉત્પન્ન થનારું' એમાં ‘ઉત્પત્તિ’ શબ્દ લક્ષણમાં કારકતા સૂચવવા મૂક્યો છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો નિકટતાના કારણે અર્થ સાથે સમ્બદ્ધ થાય છે, પછી ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે “આત્મા મન સાથે સમ્બદ્ધ થાય છે, મન ઇન્દ્રિય સાથે સમ્બદ્ધ થાય છે અને ઇન્દ્રિય પોતાના વિષયભૂત અર્થ સાથે સમ્બદ્ધ થાય છે. આ સંબંધપરંપરા અતિ શીઘ્ર થાય છે. આ સંબંધ જ સજ્ઞિકર્ષ છે. મન માટે કોઈ પણ વસ્તુ અગમ્ય નથી. જ્યાં મન જાય છે ત્યાં આત્મા પણ પહોંચી જાય છે.’’ [ ] 21. ज्ञानसंग्रहणं सुखादिनिवृत्त्यर्थं सुखादीनामज्ञानरूपत्वात् । सुखादयो ह्याह्लादादिस्वभावा ग्राह्यतयानुभूयन्ते ज्ञानं त्वर्थावगमस्वभावं ग्राहकतयानुभूयत इति ज्ञानसुखाद्योर्भेदोऽध्यक्षसिद्ध एव । " Jain Education International 21. સુખાદિને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડતું અટકાવવા માટે પ્રત્યક્ષલક્ષણમાં ‘જ્ઞાન’ પદ મૂકવામાં આવ્યું છે કેમ કે સુખાદિ જ્ઞાનસ્વરૂપ નથી. જ્ઞાન તો અર્થનો અવગમ અર્થાત્ બોધ કરાવે છે, તે અર્થનું ગ્રાહક છે, જ્યારે આહ્લાદ આદિ રૂપ સુખ આદિ તો ગ્રાહ્ય છે. જ્ઞાન અને સુખાદિનો આ ભેદ તો પ્રત્યક્ષસિદ્ધ છે. 22. अव्यपदेश्यं नामकल्पनारहितं नामकल्पनायां हि शाब्दं स्यात् । 22. અવ્યપદેશ્ય- અવ્યપદેશ્ય એટલે નામની કલ્પનાથી રહિત. જો પ્રત્યક્ષજ્ઞાનમાં નામકલ્પના થઈ જાય તો તે શાબ્દ (વ્યપદેશ્ય) બની જાય. [અહીં વ્યપદેશ્યનો અર્થ વ્યપદેશવિષય સમજવાનો છે, જે જ્ઞાન વ્યપદેશનો વિષય નથી તે અવ્યપદેશ્ય, વ્યપદેશ એટલે શબ્દ યા નામ, પ્રત્યક્ષજ્ઞાન વ્યપદેશનો યા નામનો વિષય હોતું નથી અને એ અર્થમાં તે અવ્યપદેશ્ય છે. એવાં જ્ઞાનો છે જે ઇન્દ્રિયસન્નિકર્ષાત્પન્ન હોવા સાથે વ્યપદેશનો વિષય પણ બનેલાં છે, આવાં જ્ઞાનોમાં પ્રત્યક્ષલક્ષણને લાગુ પડતું અટકાવવા પ્રત્યક્ષલક્ષણમાં ‘અવ્યપર્દશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. આ મત ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનનો છે. આ મતને વિસ્તારથી સમજાવીએ છીએ. જે જ્ઞાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy