SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત यत्सत्तक्षणिकं यथा विद्युदादीति सपक्षसत्त्वम्, यत्क्षणिकं न भवति, तत्सदपि न भवति यथा खपुष्पम् । अत्र क्षणिकविपक्षे नित्ये क्रमयोगपद्याभ्यामर्थक्रियालक्षणस्य सत्त्वस्यानुपपत्तितो नित्यात् सत्त्वस्य व्यावृत्तिरिति विपक्षासत्त्वम्, सच्च सर्वमित्युपनयः, सत्त्वात् सर्वं क्षणिकमिति निगमनम् । एवमन्यहेतुष्वपि ज्ञेयम् । यद्यपि व्याप्त्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमाम्नायि, तथापि मन्दमतीन् व्युत्पादयितुं पञ्चावयवानुमानदर्शनमप्यदुष्टमिति । अयमत्र श्लोकद्वयस्य तात्पर्यार्थः पक्षधर्मान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रीण्येव लिङ्गानि अनुपलब्धिः, स्वभावः, कार्य તિ 94. શંકા- આ ત્રણ લક્ષણવાળા હેતુ કેટલા પ્રકારના હોય છે. બૌદ્ધ ઉત્તર– અમે એ પહેલાં પણ જણાવી ગયા છીએ કે ત્રણ લક્ષણવાળા હેતુ અનુપલબ્ધિ, કાર્ય તથા સ્વભાવ એ ત્રણ જ પ્રકારના છે. તેમનાં દષ્ટાન્તો પણ પહેલાં જણાવી દીધાં છે. તેમ છતાં સ્વભાવહેતુને ફરીથી ઉદાહરણ આપી સમજાવીએ છીએ. બધી વસ્તુઓ ક્ષણિક છે' આ પણ છે, “સત્ હોવાથી આ હેતુ છે. આ સત્ત્વ હેતુ પક્ષભૂત બધી વસ્તુઓમાં છે, તેથી તેમાં પક્ષધર્મવં લક્ષણ છે. “જે જે સત હોય છે તે ક્ષણિક હોય છે, જેમ કે વીજળી આદિ' આ હેતુના સપક્ષસત્ત્વ લક્ષણનું કથન છે. જે ક્ષણિક નથી તે સત પણ નથી, જેમ કે આકાશકસમ.' અહીં ક્ષણિકની વિપક્ષભૂત નિત્ય વસ્તુમાં ક્રમ તથા યોગપદ્ય બન્નેય રીતે અર્થક્રિયા (કાર્યકારિતા) ઘટતી નથી, તેથી અર્થક્રિયાલક્ષણવાળા સત્ત્વરૂપ હેતની નિત્ય વસ્તુથી વ્યાવૃત્તિ થઈ જાય છે. આ જ પ્રસ્તુત હેતુના વિપક્ષાસત્ત્વ લક્ષણનું નિરૂપણ યા વિવેચન છે. અને સર્વ વસ્તુઓ સત છે' આ ઉપનવાક્ય છે. તેથી સત્ હોવાથી બધી વસ્તુઓ ક્ષણિક છે' આ નિગમન છે. આ જ રીતે અન્ય હેતુઓમાં પણ ત્રણ લક્ષણો ઘટાવી લેવાં જોઈએ. બૌદ્ધો જો કે વ્યાતિથી યુક્ત પક્ષધર્મતાના ઉપસંહારરૂપ (ઉપનયવાક્યરૂપ) જ અનુમાન માને છે તેમ છતાં મન્દુબદ્ધિવાળાઓ ને સમજાવવામાં અહીં પાંચ અવયવવાળા અનુમાનવાક્યનો પ્રયોગ કર્યો છે, તેથી કોઈ દોષ નથી. આમ ઉક્ત બે શ્લોકોનો એ તાત્પર્યાર્થ થયો કે પક્ષધર્મ, અન્વય (સપક્ષસત્ત્વ) તથા વ્યતિરેક (વિપક્ષાસત્ત્વ) એ ત્રણ લક્ષણોવાળા હેતુઓ ત્રણ પ્રકારના છે – અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય. 95. अत्रानुक्तोऽपि विशेषः कश्चन लिख्यते तत्र प्रमाणादभिन्नमर्थाधिगम एव प्रमाणस्य फलम् । तर्कप्रत्यभिज्ञयोरप्रामाण्यम् । परस्परविनि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy