SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ તર્કરહસ્યદીપિકા लुंठितक्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि प्रमाणगोचरस्तात्त्विकः । वासनारूपं कर्म । सुखदुःखे धर्माधर्मात्मके । पर्याया एव सन्ति, न द्रव्यम् । वस्तुनि केवलं स्वसत्त्वमेव न पुनः परासत्त्वमिति सामान्येन बौद्धमतम् । 95. હવે મૂલ ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિએ ન જણાવેલી કેટલીક વિશેષ વાતો અમે લખીએ છીએ. બૌદ્ધ મતે અર્થાધિગમ જ પ્રમાણનું ફળ છે. તે પ્રમાણથી અભિન્ન છે. તર્ક અને પ્રત્યભિજ્ઞાન પ્રમાણ નથી. સ્વલક્ષણો પરસ્પર અત્યન્ત ભિન્ન ક્ષણિક પરમાણુરૂપ છે. તેઓ જ પ્રમાણનો તાત્વિક વિષય છે. કર્મ વાસનારૂપ છે. સુખ ધર્મરૂપ છે અને દુઃખ અધર્મરૂપ છે. પર્યાયો જ તત્ત્વ છે, દ્રવ્ય જેવી કોઈ વસ્તુ જ નથી. વસ્તુમાં કેવલ સ્વરૂપસત્ત્વ જ છે, પરાસત્ત્વ નથી અર્થાત્ પરની અપેક્ષાએ નાસ્તિતા નથી. બૌદ્ધ મતનું આ સામાન્ય નિરૂપણ છે. 96. અથવા વૈમાષિ-સૌત્રાન્તિ-યોગવાર-થ્યભિવ-એશ્વત્થ बौद्धा भवन्ति । तत्रार्यसमितीयापरनामकवैभाषिकमतमदः- चतुःक्षणिकं वस्तु । जातिर्जनयति । स्थितिः स्थापयति । जरा जर्जरयति । विनाशो विनाशयति । तथात्मापि तथाविध एव, पुद्गलश्चासावभिधीयते । निराकारो बोधोऽर्थसहभाव्येकसामग्रयधीनस्तत्रार्थे प्रमाणमिति। 96. અથવા વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક એ ચાર પ્રકારના બૌદ્ધો છે. વૈભાષિકોને આર્યસમિતીય પણ કહે છે. તેમનો મત આ પ્રમાણે છે– વસ્તુ ચતુઃ ક્ષણિક છે અર્થાત્ ચાર ક્ષણો સુધી ટકનારી છે; જન્મ(જાતિ) તેને ઉત્પન્ન કરે છે, સ્થિતિ તેનું સ્થાપન કરે છે, જરા તેને જીર્ણ કરે છે, અને વિનાશ તેનો નાશ કરે છે. તથા આત્મા પણ તે જ રીતે ચતુક્ષણિક જ છે, આત્માને “પુદ્ગલ' કહેવામાં આવે છે. અર્થના સમાનકાળે રહેલું, એક જ કારણસામગ્રીથી ઉત્પન્ન થનારું નિરાકાર જ્ઞાન પ્રમાણ છે. [અર્થાત જેવી રીતે પૂર્વઅર્થક્ષણથી ઉત્તરઅર્થક્ષણ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પૂર્વઅર્થક્ષણથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. પરંતુ પૂર્વઅર્થક્ષણ ઉત્તરઅર્થક્ષણની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ છે જ્યારે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે. પૂર્વઅર્થક્ષણ તો નાશ પામી ગયો હોવાથી જ્ઞાનનો ગ્રાહ્ય નથી. જ્ઞાનસહભાવી જે ઉત્તરઅર્થક્ષણ છે તે જ જ્ઞાનનો ગ્રાહ્ય છે. વૈભાષિકો સહભૂ હેતુ સ્વીકારે છે.] 97. સૌત્રાન્તિવામાં પુન—િ રૂપવેનાવિજ્ઞાન સંજ્ઞાસંસ્કારઃ સર્વशरीरिणामेते पञ्च स्कन्धा विद्यन्ते, न पुनरात्मा । त एव हि परलोकगामिनः । तथा च तत्सिद्धान्तः- पञ्चेमानि भिक्षवः संज्ञामात्रं प्रतिज्ञामानं संवृतिमात्रं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy