SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા मिन्द्रियप्रत्यक्षम् । स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं मनोविज्ञानं मानसम् । स्वविषयस्य घटादेरिन्द्रियज्ञानविषयस्यानन्तरो विषयो द्वितीयः क्षण:, तेन सहकारिणा सह मिलित्वेन्द्रियज्ञानेनोपादानेन समनन्तरप्रत्ययसंज्ञकेन यज्जनितं मनोविज्ञानं तन्मानसम् । समनन्तरप्रत्ययविशेषणेन योगिज्ञानस्य मानसत्वप्रसङ्गो निरस्तः । समनन्तरप्रत्ययशब्दः स्वसंतानवर्तिन्युपादाने ज्ञाने रूढ्या प्रसिद्धः । ततो भिन्नसन्तानवर्तियोगिज्ञानमपेक्ष्य पृथग्जनचित्तानां समनन्तरव्यपदेशो नास्ति । सर्वचित्तचैतानामात्मसंवेदनं स्वसंवेदनम् । चित्तं वस्तुमात्रग्राहकं ज्ञानम्, चित्ते भवाश्चैत्ता वस्तुनो विशेषरूपग्राहकाः सुखदुःखोपेक्षालक्षणाः तेषामात्मा येन संवेद्यते तत् स्वसंवेदनमिति । भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानम् । भूतार्थ: प्रमाणोपपन्नार्थः, भावना पुनः पुनश्चेतसि समारोपः । भूतार्थभावनाप्रकर्षपर्यन्ताज्जातं योगिज्ञानम् । ૭૬ - 82. પ્રત્યક્ષના ચાર પ્રકાર છે – (૧) ઇન્દ્રિયપ્રત્યક્ષ (૨) માનસપ્રત્યક્ષ, (૩) સ્વસંવેદનપ્રત્યક્ષ અને (૪) યોગિપ્રત્યક્ષ. ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારાં, રૂપ આદિ પાંચ બાહ્ય પદાર્થોને વિષય કરનારાં જ્ઞાનો ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે. જે વિષયક્ષણથી ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉત્પન્ન થયું છે તે વિષયક્ષણની અનન્તર ક્ષણ જેમાં વિષયરૂપે સહકારી કારણ છે તથા પેલું ઇન્દ્રિયપ્રત્યક્ષ પોતે ઉપાદાનકારણ છે તે ઇન્દ્રિયપ્રત્યક્ષાનન્તરભાવી જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહે છે. પોતાના વિષયક્ષણની અનન્તર ઉત્પન્ન બીજી ક્ષણની સહકારી કારણ તરીકે મદદ લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ સમનન્તરપ્રત્યય તરીકે અર્થાત્ ઉપાદાનકારણ તરીકે જે મનોવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે માનસપ્રત્યક્ષ કહેવાય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના વિષયભૂત અર્થનો પ્રથમ ક્ષણ તો ઇન્દ્રિયપ્રત્યક્ષમાં કારણ બને છે, તેથી માનસપ્રત્યક્ષની ઉત્પત્તિમાં તે વિષયનો બીજો ક્ષણ જ સહકારી કારણ બની શકે છે. ‘ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ સમનન્તરપ્રત્યયથી ઉત્પન્ન થાય છે’ એ વિશેષણ દ્વારા યોગિપ્રત્યક્ષમાં માનસપ્રત્યક્ષત્વની આપત્તિ આવી શકતી નથી, કેમ કે યોગિપ્રત્યક્ષમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉપાદાનકારણ હોતું નથી. (યોગિપ્રત્યક્ષ તો ભાવનાપ્રકર્ષથી ઉત્પન્ન થાય છે.) ‘સમનન્તરપ્રત્યય' શબ્દનો પ્રયોગ પોતાના જ સન્તાનમાં ઉત્પન્ન ઉપાદાનભૂત પૂર્વક્ષણમાં રૂઢિથી થાય છે, તેથી આપણા જ્ઞાનોનો સાક્ષાત્કાર કરનાર યોગિપ્રત્યક્ષમાં, આપણું જ્ઞાન ભિન્નસન્તાનવર્તી હોવાથી સમનન્તરપ્રત્યય (ઉપાદાનકારણ) હોતું નથી, આપણું જ્ઞાન વિષય તરીકે કારણ બને છે, તેથી આપણું જ્ઞાન યોગિજ્ઞાનમાં આલમ્બનપ્રત્યય જ બની શકે છે. સર્વ ચિત્ત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy