________________
૭૨
તર્કરહસ્યદીપિકા થઈને ઘટ પદાર્થમાં “પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહાર કરાવે છે. ઘટનું પ્રત્યક્ષ કેવળ ઘટમાં પ્રત્યક્ષનો વ્યવહાર કરાવીને જ અટકતું નથી પરંતુ પોતાના વિષય ઘટનો અન્ય સમસ્ત ઘટભિન્ન પદાર્થોથી વ્યવચ્છેદ પણ કરે છે. આમ પ્રત્યક્ષ નિયત વિષયમાં “પ્રત્યક્ષ શબ્દનો વ્યવહાર કરાવવાની સાથે સાથે જ અન્ય પદાર્થોથી પોતાના વિષયની વ્યાવૃત્તિ પણ કરે છે. આ અન્ય પદાર્થો જ, જેમનાથી પ્રત્યક્ષ પોતાના પ્રત્યક્ષભૂત પદાર્થની વ્યાવૃત્તિ કરે છે તેઓ, પરોક્ષ રાશિ બનાવે છે. બસ, પદાર્થોની પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે રાશિઓથી અતિરિક્ત કોઈ ત્રીજી રાશિ છે જ નહિ, તેનું હોવું સંભવતું જ નથી, કેમ કે પ્રત્યક્ષનો વિષય ન બનનારા જેટલા પ્રત્યક્ષભિન્ન પદાર્થો છે તે બધા પરોક્ષરાશિમાં અન્તભૂત છે. જો પ્રત્યક્ષ પોતાના વિષયભૂત પદાર્થનો અન્ય બધા પરપદાર્થોથી વ્યવચ્છેદ ન કરે તો તે પોતાના વિષયને પ્રતિનિયતરૂપમાં જાણી જ ન શકે, અર્થાત્ કોઈ પણ પદાર્થનું પ્રત્યક્ષ જ ન થઈ શકે. પ્રમાણ દ્વારા તો પદાર્થોનું પ્રતિનિયત સ્વરૂપ જ વ્યવસ્થિત થાય છે. પ્રતિનિયત સ્વરૂપની વ્યવસ્થા અન્ય પરરૂપનો વ્યવચ્છેદ કર્યા પછી સ્વરૂપનું ગ્રહણ કરીને જ થઈ શકે છે. જો પ્રમાણ પ્રતિનિયત સ્વરૂપની વ્યવસ્થા ન કરે તો બધા પદાર્થો ઘટાકાર, પટાકાર આદિ બધા જ આકારોમાં ઉપલબ્ધ થવા લાગે. આવી પરિસ્થિતિમાં તો “આ જ છે' “આ અગ્નિ છે' ઇત્યાદિરૂપ પ્રતિનિયત વ્યવહારનો જ લોપ થઈ જાય. જો પ્રત્યક્ષ પદાર્થના પ્રતિનિયત સ્વરૂપને ન જાણતું હોય તો તે પદાર્થના ક્યા રૂપને જાણશે? આ રીતે પદાર્થના પ્રતિનિયત સ્વરૂપને જાણનારું પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ અને પરોક્ષથી અતિરિક્ત અન્ય પ્રમેયના અભાવને જ જણાવે છે, સિદ્ધ કરે છે.
79. અનુમાનતોડપિ તદ્દમાવ: પ્રતીયત પુર્વ, અન્યોચવ્યવછેરપા - मितरप्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्थापनात् । प्रयोगश्चात्र-यत्र यत्प्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्था, न तत्र प्रकारान्तरसंभवः । तद्यथा पीतादौ नीलप्रकारव्यवच्छेदेनानीलप्रकारव्यवस्थायाम् । अस्ति च प्रत्यक्षपरोक्षयोरन्यतरप्रकारव्यवच्छेदेनेतरप्रकारव्यवस्था व्यवच्छिद्यमानप्रकाराविषयीकृते सर्वस्मिन्प्रमेय इति विरुद्धोपलब्धिः, तदतत्प्रकारयोः परस्परपरिहारस्थितिलक्षणत्वात् । अतः प्रमेयान्तराभावान्न प्रमाणान्तरभावः । उक्तं च
"न प्रत्यक्षपरोक्षाभ्यां मेयस्यान्यस्य संभवः । तस्मात्प्रमेयद्वित्वेन प्रमाणद्वित्वमिष्यते ॥१॥"
- [vo વાઇ રાદ્દારૂ] રૂતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org