SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૪૩ બુદ્ધાડક' નામથી ઓળખવવામાં આવે છે. બૌદ્ધોને ભિક્ષુ, સૌગત, શાક્ય, શૌદ્ધોદનિ, સુગત, તાથાગત અને શૂન્યવાદી ઇત્યાદિ નામે ઓળખવામાં આવે છે. તેમના શૌદ્ધોદન, ધર્મોત્તર, અર્ચટ, ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, દિગ્નાગ વગેરે પ્રમુખ ગ્રન્થકાર ગુરુઓ થયા છે. 48. अथ प्रस्तुतश्लोकोऽग्रतो व्याख्यायते । बौद्धमते बौद्धदर्शने सुगतो बुद्धो देवता देवः । किलेत्याप्तप्रवादे । कीदृशः सः । चतुर्णामित्यादि ।आराद् दूराद्याताः सर्वहेयधर्मेभ्य इत्यार्याः, पृषोदरादित्वाद्रूपनिष्पत्तिः । सतां साधूनां पदार्थानां वा यथासंभवं मुक्तिप्रापकत्वेन यथावस्थितवस्तुस्वरूपचिन्तनेन च हितानि सत्यानि । अथवा सद्भ्यो हितानि सत्यानि । आर्याणां सत्यानि आर्यसत्यानि तेषामार्यसत्यानामित्यर्थः । चतुर्णां दुःखादीनां दुःखसमुदयमार्गनिरोधलक्षणानां तत्त्वानां प्ररूपको देशकः । तत्र दुःखं फलभूताः पञ्चोपादानस्कन्धा विज्ञानादयो वक्ष्यमाणाः । त एव तृष्णासहाया हेतुभूताः समुदयः, समुदेति स्कन्धपञ्चकलक्षणं दुःखमस्मादिति व्युत्पत्तितः । निरोघहेतुनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्गः । मार्गण् अन्वेषणे, मार्यतेऽन्विष्यते याच्यते निरोधार्थिभिरिति चुरादिणिजन्तत्वेनाल्प्रत्ययः । नि:क्लेश' - वस्था चित्तस्य निरोधः । निरुध्यते रागद्वेषोपहतचित्तलक्षण: संसारोऽनेनति करणे घञि, मुक्तिरित्यर्थः। 48. હવે પ્રસ્તુત શ્લોકને સૌપ્રથમ સમજાવવામાં આવે છે. બૌદ્ધમતમાં અર્થાત બૌદ્ધદર્શનમાં સુગત અર્થાત્ બુદ્ધ દેવતા અર્થાત્ દેવ છે. “કિલ' શબ્દથી આખ પુરુષોમાં પ્રચલિત માન્યતા સૂચવાઈ છે. બુદ્ધ કેવા છે? તે ચાર આર્ય સત્યોના ઉપદેશક છે. આર્ય' શબ્દ પૃષોદરાદિગણમાં સમાવિષ્ટ હોવાથી સિદ્ધ છે. જેઓ બધા હેય ધર્મોથી દૂર થઈ ગયા હોય અર્થાત્ મુક્ત થઈ ગયા હોય તેમને આર્ય કહેવામાં આવે છે. જેના દ્વારા સજજનોને અર્થાત્ સાધુજનોને મુક્તિ પ્રાપ્ત થાય છે, અથવા જેના દ્વારા સમસ્ત પદાર્થોના સ્વરૂપનું યથાર્થ ચિન્તન થાય છે, અથવા જે પુરુષોને હિતકર છે તે સત્ય છે. આર્યોનાં સત્યો એ આર્યસત્યો. તે આર્યસત્યોના પ્રરૂપક અર્થાત ઉપદેશક બુદ્ધ છે. ચાર આર્યસત્યો છે – દુઃખ, સમુદાય, નિરોધ અને માર્ગ. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આ પાંચ વિપાકરૂપ ઉપાદાનસ્કન્ધો જ દુઃખ છે. જેનાથી પાંચ સ્કન્વરૂપ દુઃખ ઉત્પન્ન થાય છે તેને સમુદય કહેવામાં આવે છે. પાંચ સ્કન્ધો તૃષ્ણાની સહાયથી જયારે નવીન કન્વોની ઉત્પત્તિમાં હેતુ બને છે ત્યારે તેઓ સમુદય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy