SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ તર્કરહસ્યદીપિકા દઈને સૌપ્રથમ કેવળ બૌદ્ધદર્શનનો જ નિર્ધાર કરીને તેનું નિરૂપણ કરવામાં આવે છેઆ અર્થ છે. પ્રાથમિક કક્ષાના શિષ્યોને આ બૌદ્ધદર્શનનો સ્થૂળ પરિચય કરાવવા માટે સૌપ્રથમ અહીં બૌદ્ધોનાં લિંગો (ચિહ્નો), વેષ અને આચાર આદિના સ્વરૂપને દર્શાવવામાં આવે છે. અમરધારણ, બોડું માથું, ચામડાનું આસન અને કમંડળ એ બૌદ્ધોનાં લિંગ છે. ધાતુથી રંગેલું ભગવું ઘૂટણ સુધીનું વસ્ત્ર તેમનો પહેરવેશ છે. તેમની શૌચક્રિયા અનેક જાતની છે. “કોમળ પોચી પથારી, સવારે પથારીમાંથી ઊઠતાંવેંત દૂધ વગેરેનું પાન, મધ્યાહુને ભોજન, પછી સાંજે શરબત, અડધી રાતે દ્રાક્ષ અને સાકર, આ સમસ્ત સુખોપભોગ પછી પણ છેવટે મોક્ષપ્રાપ્તિ – આ બધી વાતો શાક્યપુત્ર બુદ્ધના પોતાના જ અનુભવની છે.”(૧). મનોજ્ઞ સ્વાદિષ્ટ ભોજન કરીને મનોજ્ઞ અર્થાત્ સુંદર મકાનમાં મનોજ્ઞ અર્થાત કોમળ પોચી પથારીમાં સૂતા સૂતા અને મનોજ્ઞ આસન ઉપર બેઠા બેઠા મુનિ મનોજ્ઞનું જ ધ્યાન કરશે.” (૨). 47. भिक्षायां पात्रे पतितं सर्वं शुद्धमिति मन्वाना मांसमपि भुञ्जते ।मार्गे च जीवदयार्थं प्रमृजन्तो व्रजन्ति । ब्रह्मचर्यादिस्वकीयक्रियायां च भृशं दृढतमा भवन्ति । इत्यादिराचारः । धर्मबुद्धसङ्घरूपं रत्नत्रयम् । तारादेवी शासने विघ्ननाशिनी । विपश्यादयः सप्त बुद्धाः कण्ठे रेखात्रयाङ्किताः सर्वज्ञा રેવા: “વૃદ્ધતુ સુતો થર્ષથતુ?” [fથાન રા૪૬ ] ડ્રાહીતિ तन्नामानि । तेषां प्रासादा वर्तुला बुद्धाण्डकसंज्ञाः । भिक्षुसौगतशाक्यशौद्धोदनिसुगतताथागतशून्यवादिनामानो बौद्धाः । तेषां शौद्धोदनिधर्मोत्तराचटधर्मकीर्तिप्रज्ञाकरदिग्नागप्रमुखा ग्रन्थकारा गुरवः। 47. બૌદ્ધ ભિક્ષુ ‘ભિક્ષાસમયે પાત્રમાં જે કંઈ પડે તે બધું શુદ્ધ છે એમ માનીને પાત્રમાં મળેલા માંસને પણ ખાય છે. માર્ગમાં ચાલતી વખતે જીવો પ્રત્યેની દયાના કારણે બરાબર જોઈને માર્ગને સાફ કરીને ચાલે છે. પોતાના બ્રહ્મચર્ય આદિ વ્રતોની રક્ષા અને તેમના પાલનમાં તેઓ અત્યન્ત દઢ હોય છે, ઈત્યાદિ તેમનો આચાર છે. ધર્મ, બુદ્ધ અને સંઘ એ ત્રણ રત્નત્ર છે. તારાદેવી તેમની શાસનદેવી છે, તે બધાં વિક્નોનો નાશ કરે છે. વિપશ્યી આદિ સાત બુદ્ધો સર્વજ્ઞ દેવો છે, તેમના કંઠે ત્રણ રેખાઓ હોય છે. “બુદ્ધ, સુગત, ધર્મધાતુ” [અભિધાનચિત્તામણિ, ૨.૧૪૬] એ તેમનાં પર્યાયવાચક નામો છે. તેમના પ્રાસાદો અર્થાત સ્તૂપો ગોળ હોય છે અને તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy