SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બોદ્ધાદિના આંતરિક ભેદ 39. एवं सर्वगतादिजीवस्वरूपे ज्योतिश्चक्रादिचारस्वरूपे च नैके विप्रतिपद्यन्ते । तथा बौद्धानामष्टादशनिकायभेदाः, वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकादिभेदा वा वर्तन्ते । जैमिनेश्च शिष्यकृता बहवो भेदाः । "ओंबेकः कारिकां वेत्ति तन्त्रं वेत्ति प्रभाकरः । वामनस्तूभयं वेत्ति न किंचिदपि रेवणः ॥१॥" . 39. આ રીતે જીવના સર્વગતત્વ વગેરે સ્વરૂપ અંગે તેમજ જયોતિક્ષકની ગતિ આદિ વિશે અનેક વિવાદો યા મતભેદો છે, એક બૌદ્ધદર્શનમાં જ અઢાર ભિન્ન ભિન્ન નિકાયો (સંપ્રદાયો) છે તથા વૈભાષિક, સૌત્રાનિક, યોગાચાર અને માધ્યમિક આદિ ભિન્ન ભિન્ન વિચારસરણીઓ છે. જૈમિનિદર્શનમાં અર્થાત્ મીમાંસાદર્શનમાં ભિન્ન ભિન્ન શિષ્યોએ કરેલી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓના કારણે બહુ ભેદો થઈ ગયા છે. “ઉમ્બેક કારિકાના અર્થને જાણે છે, પ્રભાકર તન્નને અર્થાત સિદ્ધાન્તને જાણે છે, વામનને કારિકા અને તત્ર બન્નેનું જ્ઞાન છે, પરંતુ રેવણ તો બેમાંથી એકેયને જાણતા નથી” આવી પ્રચલિત લોકમાન્યતા છે. 40. अपरेऽपि बहूदककुटीचरहंसपरमहंसभाट्टप्राभाकरादयोऽनेकेऽन्तर्भेदाः । सांख्यानां चरकादयो भेदाः । अन्येषामपि सर्वदर्शनानां देवतत्त्वप्रमाणमुक्तिप्रभृतिस्वरूपविषये तत्तदनेकशिष्यसंतानकृताः, तत्तद्ग्रन्थकारकृता वा मतभेदा बहवो विद्यन्ते । 40. वणी, डू, टीयर, स, ५२६२०, माटे, प्रामा२ माहिली ५९ અનેક ભેદો છે. સાંખ્યદર્શનમાં પણ ચરક આદિ આચાર્યોના પોતપોતાના ભિન્ન ભિન્ન મતભેદો છે. પ્રાયઃ અન્ય બધાં દર્શનોમાં દેવ, તત્ત્વ, પ્રમાણ તથા મુક્તિ વગેરેના સ્વરૂપની બાબતમાં અનેક શિષ્યોના મતોની તથા વિભિન્ન ગ્રન્થકારોના મતોની અનેક ભિન્ન ભિન્ન પરંપરાઓ અસ્તિત્વમાં છે. 41. तदेवमनेकानि दर्शनानि लोकेऽभिधीयन्ते । तानि च सर्वाणि देवतातत्त्वप्रमाणादिभेदेनाबाल्पीयसा प्रस्तुतग्रन्थेनाभिधातुमशक्यानि, तत्कथमत्राचार्येण 'सर्वदर्शनवाच्योऽर्थो निगद्यते' इत्येवं गदितुमशक्योऽर्थों वक्तुं प्रत्यज्ञायि । गगनाङ्गलप्रमितिरिव पारावारोभयतटसिकताकणगणनमिवात्यन्तं दुःशक्योऽयमर्थः प्रारब्ध इति चेत्; सत्यमेतत्; यद्यवान्तरतद्भेदापेक्षया वक्तुमेषोऽर्थः प्रक्रान्तः स्यात् । यावता तु मूलभेदापेक्षयैव यानि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy