SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો નિશ્ચિત સ્વરૂપની વ્યવસ્થા જ પડી ભાંગે કેમ કે તે વ્યવસ્થાની નિયામક નિયતિનો અભાવ છે. આ રીતે જયારે કાર્યોની નિયત વ્યવસ્થા જ નિયતિ તત્ત્વના અસ્તિત્વનું સૌથી મોટું સાધક પ્રમાણ છે ત્યારે કયો તાર્કિક આ નિયતિ તત્ત્વના અસ્તિત્વનો નિષેધ કરી શકે? જો પ્રતીતિસિદ્ધ વસ્તુનો એક સ્થાને લોપ કરવામાં આવે તો અન્યત્ર સઘળાં સ્થાનોએ તેમ કરવું પડે અને પરિણામે પ્રમાણમાર્ગનો જ લોપ થઈ જવાની આપત્તિ આવે. કહ્યું પણ છે કે – જગતની બધી વસ્તુઓ પોતપોતાના નિયત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે, તેથી તે બધી નિયત સ્વરૂપવાળી હોવાના કારણે નિયતિથી ઉત્પન્ન થયેલી છે. આ આખું જગત નિયતિતત્ત્વથી અનુસ્મૃત છે, વ્યાપ્ત છે એટલે તેની સાથે તાદામ્ય પામીને નિયતિમય બની ગયું છે (૧). જે વસ્તુને જે સમયે જેનાથી જે સ્વરૂપમાં ઉત્પન્ન થવાનું છે તે વસ્તુ તે સમયે તેનાથી તે જ સ્વરૂપમાં નિયતપણે ઉત્પન્ન થાય છે. આ રીતે અબાધિત પ્રમાણથી સિદ્ધ નિયતિના અસ્તિત્વનો નિષેધ કોણ કરી શકે? નિયતિ સર્વતઃ નિબંધ છે. (૨) [શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૧૭૩-૧૭૪]. 26. પશ્ચનો વિ: સ્વમાવવાનામ્ સ્વમાવવાદ્રિનો દેવાદુ– इह वस्तुनः स्वत एव परिणतिः स्वभावः सर्वे भावाः स्वभाववशादुपजायन्ते। तथाहि-मृदः कुम्भो भवति न पटादिः, तन्तुभ्योऽपि पट उपजायते न घटादिः। एतच्च प्रतिनियतं भवनं न तथास्वभावतामन्तरेण घटासंटङ्कमाटीकते । तस्मात् सकलमिदं स्वभावकृतमवसेयम् । तथा चाहुः "कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणांच। स्वभावतः सर्वमिदं प्रवृत्तंन कामचारोऽस्ति कुतः प्रयत्नः॥१॥" [વુa૦ ૧૬૨] "बदर्याः कण्टकस्तीक्ष्ण ऋजुरेकश्च कुञ्चितः। फलं वर्तुलं तस्या वद केन विनिर्मितम् ॥२॥" [adq૦ રાર૨]ફત્યાદ્ધિા 26. પાંચમો વિકલ્પ સ્વભાવવાદીઓનો મત છે. સ્વભાવવાદીઓ કહે છે કે વસ્તુઓ પોતે પોતાની મેળે જ પરિવર્તન પામવાના સ્વભાવવાળી છે. બધી વસ્તુઓ પોતાના પરિણમનસ્વભાવના કારણે જ ઉત્પન્ન થાય છે. ઉદાહરણાર્થ – માટીમાંથી ઘડો જ બને છે, કાપડ બનતું નથી; સૂતરમાંથી કાપડ જ બને છે, ઘડો બનતો નથી. અમુકમાંથી અમુકનું જ ઉત્પન્ન થવું એવો પ્રતિનિયત કાર્યકારણભાવ વસ્તુના પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy