SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૨૧ સર્વનું કારણ છે. (૧). તપેલી, ઇંધન વગેરે ચડવા માટેની સામગ્રી મળવા છતાં પણ કાલના વિના મગ ચડતા દેખાતા નથી, તેથી માનવું પડે છે કે કાલે જ મગને ચડાવ્યા. (૨), જો બીજાઓએ માનેલાં કારણોની ઉપસ્થિતિ માત્રથી કાર્ય ઉત્પન્ન થતું હોય અને કાલને કારણ ન માનવામાં આવતું હોય તો ગર્ભાધાન આદિની કોઈ વ્યવસ્થા જ નહિ રહે. [અર્થાત્ જો ઋતુકાલની કોઈ અપેક્ષા ન હોય તો માત્ર સ્ત્રીપુરુષના સંયોગથી જ ગર્ભાધાન થઈ જવું જોઈએ. (૩). શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૧૬૫-૧૬૮]. કાલ પૃથ્વી આદિ ભૂતોના પરિણમનનું કારણ છે. કાલ જ પ્રજાનો સંહાર કરે છે. જ્યારે બધાં પ્રાણીઓ ઊંઘતા હોય છે ત્યારે કાલ જાગતો હોય છે. તેથી કાલ દુરતિક્રમ છે અર્થાત તેનો નિરાસ અશક્ય છે. મહાભારત, હારીતસં.] [આ શ્લોકોમાં આવેલા કેટલાક વિશિષ્ટ પદોનો અર્થ નીચે પ્રમાણે છે –] પરેષ્ટહેતુસદ્ધાવમાત્ર= અન્ય ચિંતકોને અભિમત સ્ત્રી-પુરુષના સંભોગરૂપ હેતુની Lપસ્થિતિ માત્રથી, તબુદ્રવત્ = ગર્ભાધાનરૂપ કાર્યની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવે. ઋત્વિઃ પતિ = કાલ જ પૃથ્વી આદિ ભૂતોના પરિવર્તનનું કારણ છે. : સંદરતે પ્રજ્ઞા = કાલ જ જીવોને પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાયમાં લઈ જઈ સ્થિર કરે છે અર્થાત્ જીવોમાં પરિણમન કરાવે છે. છેઃ સુષ ના rfd=કાલ જસુમ જનોનું રક્ષણ કરે છે. તેથી સ્પષ્ટ છે કે કાલ દુરતિક્રમ છે, અલંધ્ય છે, અટળ છે. 23. उक्तेनैव प्रकारेण द्वितीयोऽपि विकल्पो वक्तव्यः, नवरं कालवादिन इति वक्तव्य ईश्वरवादिन इति वक्तव्यम् । तद्यथा- अस्ति जीवः स्वतो नित्यः ईश्वरतः । ईश्वरवादिनश्च सर्वं जगदीश्वरकृतं मन्यन्ते । ईश्वरं च सहसिद्धज्ञानवैराग्यधर्मैश्वर्यरूपचतुष्टयं प्राणिनां च स्वर्गापवर्गयोः प्रेरकमिति । तदुक्तम् "ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः। ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥१॥" “મજ્ઞો નન્નુરનીશોમાત્મનઃ સુ યો : ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥२॥" [પદમા વન રૂ૦ર૮]ફત્યાદ્રિ ! 23. જેમ પહેલો વિકલ્પ કાલવાદીઓની અપેક્ષાએ છે તેમ “મતિ નીવઃ સ્વતો નિત્ય: ધરત:' અર્થાત્ “જીવ સ્વતઃ વિદ્યમાન છે, નિત્ય છે અને ઈશ્વરને અધીન પ્રવૃત્તિ કરે છે' આ બીજો વિકલ્પ ઈશ્વરવાદીઓની અપેક્ષાએ છે. ઈશ્વરવાદીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy