SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૧૯ तयोरधो नित्यानित्यभेदौ, तयोरप्यधः कालेश्वरात्मनियतिस्वभावभेदाः पञ्च न्यसनीयाः । ततश्चैवं विकल्पाः कर्तव्याः । तद्यथा 'अस्ति जीवः स्वतो नित्यः कालतः' इत्येको विकल्पः । अस्य च विकल्पस्यायमर्थ:-विद्यते खल्वयमात्मा स्वेन रूपेण नित्यश्च कालतः कालवादिनो मते । कालवादिनश्च नाम ते मन्तव्या ये कालकृतमेव जगत्सर्वं मन्यन्ते । तथा च ते प्राहुः- न कालमन्तरेण चम्पकाशोकसहकारादिवनस्पतिकुसुमोद्गमफलबन्धादयो हिमकणानुषक्तशीतप्रपातनक्षत्रचारगर्भाधानवर्षादयो वर्तुविभागसंपादिता बालकुमारयौवनवलीपलितागमादयो वावस्थाविशेषा घटन्ते, प्रतिनियतकालविभागत एव तेषामुपलभ्यमानत्वात्। अन्यथा सर्वमव्यवस्थया भवेत् । न चैतदृष्टमिष्टं वा । अपि च, मुद्गपक्तिरपि नकालमन्तरेण लोके भवन्ती दृश्यते, किंतु कालक्रमेण । अन्यथा स्थालीन्धनादिसामग्रीसंपर्कसंभवे प्रथमसमयेऽपि तस्या भावो भवेत्, न च भवति, तस्माद्यत् कृतकं तत् सर्वं कालकृतमिति । 24. આ ગાથાની વ્યાખ્યા – ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદ છે. ક્રિયાનું અર્થાત જીવાદિ તત્ત્વોના અસ્તિત્વનું પ્રતિપાદન કરનારા મરીચિકુમાર, કપિલ, ઉલૂક, માઠર વગેરે ક્રિયાવાદી છે. તેમના ૧૮૦ ભેદ આ રીતે સમજવા જોઈએ – જીવ, અજીવ, આમ્રવ, બન્ધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ આ નવ તત્ત્વોને પરિપાટી અનુસાર પાટી આદિ ઉપર એક લીટીમાં લખો. જીવ તત્ત્વની નીચે સ્વતઃ અને પરતઃ એ બે ભેદ લખો. પછી સ્વતની નીચે નિત્ય અને અનિત્ય બે ભેદ લખો. તેવી જ રીતે પરત ની નીચે પણ નિત્ય અને અનિત્ય બે ભેદ લખો. આમ નિત્ય, અનિત્ય, નિત્ય, અનિત્ય આ ચારમાંથી પ્રત્યેકની નીચે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ આ પાંચ ભેદો લખવા જોઈએ. પછી આ પ્રમાણે વિકલ્પો લખવા જોઈએ- જીવ સ્વતઃ નિત્ય છે કાલથી. આ પહેલો વિકલ્પ થયો. આ રીતે જીવની બાબતમાં વસ વિકલ્પ થશે. અને આ જ પ્રમાણે નવ તત્ત્વોની બાબતમાં કુલ ૨૦૪૯ = ૧૮૦ વિકલ્પો યા ભેદો થશે.] આ પહેલા વિકલ્પનો આ અર્થ છે – “જીવ સ્વતઃ પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે, નિત્ય છે, તથા કાલને અધીન પ્રવૃત્તિ કરે છે. આ પહેલો વિકલ્પ કાલવાદીનો મત છે. જેઓ સમસ્ત જગતને કાલકૃત માને છે તેમને કાલવાદીઓ માનવા જોઈએ. તેઓ કહે છે કે કાલ વિના ચંપો, અશોક, આંબો વગેરે વનસ્પતિને ફૂલ તથા ફળ આવવાં, હિમકણોથી યુક્ત હિમપાત, નક્ષત્રોનું સંચરણ, ગર્ભાધાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy