SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તર્કરહસ્યદીપિકા દર્શનોના સત્ય-અસત્યનો વિવેક સ્વયં જ અનુભવાશે, એટલે એવા જિજ્ઞાસુ શ્રોતાઓને અમારાં (અર્થાત્ ગ્રન્થકારના) વચનો ઉપર વિશ્વાસ (શ્રદ્ધા) કે અવિશ્વાસ (અશ્રદ્ધા) કરવાની આવશ્યકતા જ નહિ રહે. આ રીતે ગ્રન્થકારે પોતાનાં વચનોમાં વિશ્વાસ (શ્રદ્ધા) કરવા પર બિલકુલ ભાર ન આપીને તેમણે સર્વથા પોતાની પરમ મધ્યસ્થવૃત્તિ જ પ્રકટ કરી છે. અહીં દર્શનોના સત્ય-અસત્ય એવા વિભાગના યા વિવેકના જ્ઞાનના ઉપાયોનું કથન તો માત્ર પરહિતબુદ્ધિથી જ કરવામાં આવ્યું છે, [એમાં કોઈ પણ દર્શન ઉપર સત્યત્વ કે અસત્યત્વનો આરોપ કરવાનો ગ્રન્થકારનો લેશમાત્ર પણ આશય નથી.] પ્રાચીન આચાર્યોએ પણ આ રીતે જ તટસ્થવૃત્તિથી દર્શનોનો સત્ય-અસત્ય વિભાગ કર્યો જ છે. પૂજય શ્રીહરિભદ્રસૂરિએ જ પોતાના લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં કહ્યું છે કે– ન તો વીર પ્રભુ અમારા બન્યું છે કે ન તો અન્ય હરિ-હર આદિ અમારા દુશ્મન છે, કે નતો એમનામાંના એકને પણ અમે સાક્ષાત જોયા છે. હા, એ બધાએ ઉપદેશેલ શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે તથા તે શાસ્ત્રોનો તેમજ તેમના ચરિત્રનો સારી રીતે વિચાર અવશ્ય કર્યો છે. અને એ વિચારના ફળરૂપે અમારી ગુણાનુરાગિણી બુદ્ધિ તથા અમારું ગુણાતિશય પર મુગ્ધ હૃદય મહાવીર પ્રભુના શરણે ગયાં છે. (૧), વીર પ્રત્યે અમને કોઈ પક્ષપાત અર્થાત્ રાગ નથી તેમ જ કપિલ વગેરે પ્રત્યે અમને દ્વેષ પણ નથી. અમારી તો એ સ્પષ્ટ નીતિ રહી છે કે જેનાં વચનો યુક્તિયુક્ત હોય, તર્કશુદ્ધ હોય તેનો આપ્ત તરીકે સ્વીકાર કરવો જોઈએ.(૨).” [લોક્તત્ત્વનિર્ણય, ૧.૩૨ અને ૧.૩૮] . 17. પ્રભુશ્રીદેમજૂપિરભુ વીરસ્તુત "न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ॥१॥" [મયોપ૦ રૂ. ૨૨ રૂત્તિ ] 11. પ્રભુશ્રી હેમચન્દ્રાચાર્ય પણ વરસ્તુતિમાં કહે છે કે – “હે વીર, મેં શ્રદ્ધાના કારણે તમારા તરફ પક્ષપાત કર્યો નથી કે દ્વેષના કારણે કપિલ વગેરેમાં મેં અરુચિ કરી નથી. તમારા આuપણાની યથાવતુ પરીક્ષા કર્યા પછી જ અમે તમારા શરણે આવ્યા છીએ.” [અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા, શ્લોક ૨૯]. 18. નન્વત્ર સર્વતનવાવ્યોડર્થો વ પ્રાન્ત , સ ર સંધ્યાતિન્તિ:, तत्कथं स्वल्पीयसानेन प्रस्तुतशास्त्रेण सोऽभिधातुं शक्यः, जैनादन्यदर्शनानां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy