________________
મંગલ
૧૫
સજ્જનોને દર્શન અર્થાત તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે સદર્શન વીર છે. અથવા, જે વીરના પ્રસાદથી સનુ અર્થાત વિદ્યમાન જીવાજીવાદિ તત્ત્વોનું દર્શન અર્થાત અવલોકન થાય છે તે સદર્શન વીર છે.
પ્રશ્નવીર પ્રભુ આવા અર્થાત્ સદર્શન કેમ છે?
ઉત્તર – વીર પ્રભુ સ્યાદ્વાદના ઉપદેશક છે એટલે સદ્દર્શન છે. વળી, તે વીર પ્રભુ રાગદ્વેષાદિ શત્રુઓ ઉપર જય મેળવનારા છે એટલે તે સત્ય સ્યાદ્વાદના ઉપદેશક છે. જિન વીતરાગ હોવાથી અસત્ય બોલતા નથી, કેમ કે અસત્ય બોલવાનાં કારણો રાગદ્રષ-મોહ અને અજ્ઞાન છે જે તેમનામાં નથી. શ્લોકનાં અન્ય પદોની વ્યાખ્યા પૂર્વવત સમજી લેવી.
16. एवं चात्रैवमुक्तं भवति- ये हि श्रीवीरस्य यथावदाप्तत्वादिपरीक्षा विधास्यन्ते स्याद्वादं च तत्प्रणीतं मध्यस्थतया सम्यगवलोक्य पश्चात् परमतान्यप्यालोकिष्यन्ते ते सत्यासत्यदर्शनविभागमपि स्वयमेवावभोत्स्यन्ते, किमस्मद्वचनस्यास्थाकरणाकरणेनेति । एतेन ग्रन्थकृता स्वस्य सर्वथात्रार्थे माध्यस्थ्यमेव दर्शितं द्रष्टव्यम् । सत्यासत्यदर्शनविभागपरिज्ञानोपायश्च हितबुद्धयात्राभिहितोऽवगन्तव्यः; पुरातनैरपीत्थमेव सत्यासत्यदर्शनविभागस्य करणात् । तदुक्तं पूज्यश्रीहरिभद्रसूरिभिरेव लोकतत्त्वनिर्णये
"बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग विशेष वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ॥१॥"
[लोकतत्त्व० १।३२] "पक्षपातो न मे वीरेन द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥२॥"
[लोकतत्त्व० १३८] 16. આ સમજૂતીનો નિષ્કર્ષ યા ફલિતાર્થ એ છે કે જે તટસ્થ જિજ્ઞાસુઓ વીર પ્રભુના આતત્વની યથાવત્ પરીક્ષા કરીને તેમણે પ્રતિપાદિત કરેલા સ્યાદ્વાદ સિદ્ધાન્તનું તટસ્થપણે સારી રીતે અવલોકન કર્યા પછી બીજાં દર્શનોનું અધ્યયન કરશે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org