SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો છે તે સવજી પારેખ પણ એ જમાનાની એક અગ્રણી અને રંગદર્શી વ્યક્તિ હતી. પારેખ કુટુંબની પરંપરા અનુસાર તેઓ પોરબંદરના નગરશેઠ હતા. પોરબંદરની બંદરી જકાત ૬ ટકા લેવાતી તેને ૩ ટકા કરાવવા માટે મુગલ સમ્રાટ શાહજહાં પાસે પ્રતિનિધિમંડળ લઈ એ દિલ્હી ગયેલા. આ જકાત-માફીને લગતું શાહી ફરમાન અને જૂનાગઢના સૂબેદારનો રુક્કો આજે પણ શેઠ ગોવિંદજી પારેખના પુત્ર પ્રા. ડા. મથુરાદાસ પારેખ પાસે મોજૂદ છે. કાર્યમાં મળેલી સફળતાથી ખુશ થઈ રાણા સરતાનજીએ પારેખ સવજી કાન્હજીને વારસાગત કેટલીક સગવડો આપતું સંવત્ ૧૭૧૫(ઈ. સ. ૧૬૫૯)નું તામ્રશાસન પણ શેઠ ગોવિંદજી પારેખ પાસે છે". મંદિર ગજધર ગોવિંદના પુત્ર ગણપતિએ બાંધેલું. સૂત્રધારને બદલે “ગજધર' શબ્દનો પ્રયોગ લગભગ આ સમયે રાજસ્થાનમાં પણ થતો હોવાનું જાણમાં છે. સ્થપતિઓનાં નામ પ્રશસ્તિલેખોમાં હંમેશાં જોવા મળતાં નથી એટલે આ ઉલ્લેખ મહત્ત્વનો ગણાય. પારેખ કુટુંબની વંશાવળી પારિખ્ય જુગા પારિખ્યા રોણા પારિખ વાસણા પારિખ કાન્હજી = કમલાદે પારિખ્ય સવજી બીજો શિલાલેખ માત્ર ૭ પંક્તિનો અને ટૂંક જગ્યામાં લખેલો છે. અહીં પણ આ જિનાલયનું ઋષભદેવનું ગર્ભગૃહ (?) કોઈ ઈન્દ્રજી કલ્યાણજીની પત્ની રુખમણીએ (લાખ ખરચીને ?) બંધાવ્યાનો ઉલ્લેખ છે અહીં પણ પોતાના દ્રવ્યથી’ને બદલે પોતાનાઈ દ્રવ્યાં જેવો પ્રયોગ જોવા મળે છે. “વાસો ઢલામ' શબ્દનો પૂરો અર્થ સમજાયો નથી. પ્રાસાદ સંઘાઉ (સંઘ તરફથી) બન્યો હતો એટલું વિશેષ આ લેખમાંથી જાણવા મળે છે. ટિપ્પણો : ૧. મહાભારત (ઈ. સ. પૂ. ૧૫૦-૪૦૦) સુદામાપુરી વિશે અજ્ઞાત જણાય છે. શ્રીમદ્ ભાગવત (૯મી શતાબ્દી) અને બ્રહ્મવૈવર્તપુરાણ (મધ્યકાલીન) કૃષ્ણ દ્વારા થયેલા સુદામાના દારિયનિવારણની વાત કહે છે, પણ સુદામાપુરી વિશે મૌન સેવે છે. પણ સ્કંદપુરાણ અંતર્ગતની “પ્રહ્માદોક્ત સંહિતા”માં સુદામાનું સંપૂર્ણ કથાનક, સુદામાપુરી, અશ્વામતીનો સમુદ્ર સાથે સંગમ, સુદામા દ્વારા થયેલા અહીંના કેદારનાથ અને કેદારકુંડની પ્રતિષ્ઠા ઇત્યાદિ સવિસ્તર વર્ણવેલાં છે. પોરબંદરની ખાડીનું અશ્વામીતી નામ આજ દિવસ સુધી પરિચયમાં છે. ઘેડ પ્રદેશમાં ભાદર અને ઓઝતનાં પૂરનાં પાણી છલકાઈને રેલ આવે છે ત્યારે અશ્વોમતીમાં ઘોડાપૂર આવે છે. અશ્વાતી સંગમ આજે પણ પવિત્ર ગણાય છે. કેદારકુંડ પણ છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy