SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વૉટ્સને આપેલી વંશાવળીના પ્રારંભના બે નામોથી લેખમાં આપેલાં નામો નિરાળાં છે; જ્યારે ચોથા અને સાતમાનાં નામોચ્ચારમાં થોડોક ફરક છે. વૉટ્સનના કથન અનુસાર રણોજીનું અપુત્ર મૃત્યુ થયેલું અને તેમના બાદ મેહજીના પુત્ર ભાણજી તખ્તનશીન થયેલા; પણ લેખમાં તો રણોજીનું નામ આપેલું જ નથી અને મેહજીને ગાદી ધરોની સીધી યાદીમાં જ ગણેલા છે. લેખમાં કહેલા રામજી બીજાની નવાનગરના જામ સતાજીએ હત્યા કરાવી મુલક દબાવી દીધાની વિશ્વસ્ત ચારણી-પરંપરા છે. રામજીના પુત્ર ભાણજીનું તે પછીના રઝળાટ દરમિયાન અવસાન થયાનું કહેવાય છે. આ બનાવો ક્યારે બન્યા તેનાં ચોક્કસ વર્ષ, મિતિઓ મળતાં નથી; પણ ભાણજીના રાણી, વીરાંગના કલ્લાબાઈ, કે જેમનો લેખમાં ઉલ્લેખ કરેલો છે, તેમણે, જામ સતાજીને ભૂચરમોરીના યુદ્ધમાં મુગલો સામે મળેલા ઘોર પરાજય બાદ, મહેરોની સહાયતાથી યુદ્ધો લડી લઈ, જેઠવાઓનો ગુમાયેલો ઘણોખરો પ્રદેશ પાછો મેળવેલો. રાણા ખીમાજી માટે “વૈરીમુખભંજન’નું લગાવેલું વિશેષણ કદાચ આ પ્રસંગની પ્રશસ્તિના અનુલક્ષમાં હશે. ખીમાજી અલબત્ત એ સમયે સગીર હોવા જોઈએ. આ લેખ દ્વારા બીજો મહત્ત્વનો પ્રકાશ વિક્રમજીના રાજ્યારોહણના સમય અંગે સાંપડે છે. વૉટ્સને એ ઈસ. ૧૬૨૬નો હોવાનું અનુમાન્યું છે પણ ઈસ. ૧૬૩૫ના આ લેખમાં તો એને હજી “યુવરાજ પદવી કુંવર' કહ્યા છે. સંભવ છે કે રાણા ખીમાજીનાં અંતિમ વર્ષોમાં રાજ્ય કારોબાર વિક્રમજી ચલાવતા હોય. લેખમાં પણ “યુવરાજકુંવર પદવી શ્રી વિક્રમજી રાયે કહ્યું તે સૂચક છે. વૉટ્સન કહે છે કે વિક્રમ પછી ગાદીએ આવેલા રાણા સુલતાનજી [રાણા સરતાનજી(ઈ.સ. ૧૬૭૧-૯૯)]એ તત્કાલીન રાજકીય સંજોગોના લાભ ઉઠાવી મુગલ અંકુશ નીચેનું પોરબંદરનું બંદર હસ્તગત કરી લીધું, પણ ઈ. સ. ૧૯૩૫માં પોરબંદરની મધ્યમાં જ રચાયેલા શાંતિનાથના મંદિરના આ લેખ ઉપરથી તો એમ જણાય છે કે પોરબંદર પર રાણા ખીમાજી અને તેમના પુત્ર વિક્રમજીની એ કાળે હકૂમત હતી જ. મુગલોનું સાર્વભૌમત્વ નામશેષ જ હશે, કદાચ બંદરી જકાત પૂરતું જ મર્યાદિત હશે". ‘બરડા ડુંગરનું નામ તે સમયે પણ બરડો જ હતું તેમ રાણા ખીમાજીને માટે ઉબોધેલ “બરડા અધિપતિ શબ્દપ્રયોગ પરથી જણાઈ આવે છે. બરડા પ્રદેશ પરના જેઠવાઓના અધિકારનું પણ એમાં સૂચન થઈ જાય છે. લેખમાં મંદિર કયા જિનેશ્વરનું હતું તે કહ્યું નથી. અત્યારે તો તે શાંતિનાથનું કહેવાય છે. સંવત્ ૧૮૩૩(ઈ. સ. ૧૭૭૭)ના વર્ષની પુષ્પિકાવાળી માણિક્યસાગર રચિત નર્મદા સુંદરી રાસની પ્રતમાં પોરબંદરના શાંતિનાથનો ઉલ્લેખ છે એ વાતની અહીં નોંધ લઈએ. પોરબંદરને લેખમાં શ્રી પુરબંદિર કહ્યું છે. એ જ મંદિરની બીજી જરા પાછલા કાળની પ્રતિમાઓ પર પોરબંદર, પોરબંદિર, અને છેવટે આધુનિક પોરબંદર નામાભિધાનનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિર જેમની દેખરેખ નીચે બંધાયેલું ને જેમની પાંચ પેઢીઓ આપવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy