SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કેદારનાથના પુરાણા મંદિરનો તો ઈ. સ. ૧૮૩૮માં સંપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે. 2. Epigraphia Indica, Vol. XXX1. No. 1. Jan. 1955. ૩. આ રાજાને જયેષુક દેશનો અધિપતિ કહ્યો છે. ધુમલીના આગળ થઈ ગયેલા સૈધવ વંશથી આ વંશ અલગ જ લાગે છે. સંભવ છે કે જેઠવાઓનું નામ યેહુકદેશ પરથી પડેલું હોય. ૪. પોરાવવાતાના મંદિર પાસેનું સંખમાતૃકાઓનું ઉત્તરાભિમુખ ભગ્ન મંદિર પ્રાચીન સમયનો એક માત્ર અવશેષ જોવામાં આવે છે. એ મંદિર મોટે ભાગે તો સેંધવ સમયના પ્રારંભનું હશે. પોરાવમાતાનો અવશિષ્ટ રહેલો જૂનો ભાગ તેમ જ શીતળામાતા પાછળનું લંકેશ્વર-દૂધેશ્વરનું જોડકું મંદિર વાઘેલા સમયનું જણાય છે. ૫. સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય અને સ્વ. શ્રી ડી. બી. ડિસકળકરે પોરબંદરના સર્વેક્ષણ દરમિયાન અહીંનાં જૈન મંદિરોની મુલાકાત નથી લીધી એ આશ્ચર્યજનક ગણાય. E.D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4 Jan. 1938. આ લેખમાં નાગડમંત્રી તેમજ ભૂમિલિકા(ધુમલી)નો પણ ઉલ્લેખ છે. 9. Diskalkar, Annual Report of Watson Museum of Antiquities (1921-22), p. 15. ૮. એજન. પૃ ૧૭. ૯. એજન. પૃ. ૧૮. ૧૦. આ મંદિરના હાલના પૂજારી પાસે રાણા સરતાનજીના સમયનું એક દાનપત્ર હજી છે ખરું. ૧૧. શાંતિનાથ મંદિરની અંદરની રચના સુંદર છે. અલંકારપૂર્ણ વિતાન યુક્ત ગૂઢમંડપ, તેમાં આજુબાજુ ભદ્રકુલિકાઓ, ગર્ભગૃહ અને અંતરાલ, પ્રદક્ષિણા અને પાછળ જરા ઊંચી પીઠ પર ચૌમુખ અને ફરતાં ૨૪ જિનબિંબની રચના. ગોપાલલાલનું મંદિર પણ સાંધાર છે. અહીં ગૂઢમંડપને સ્થાને વેદિકા અને કક્ષાસનવાળો રંગમંડપ છે. મુખચતુષ્કીમાં તોરણ શોભી રહ્યું છે. 92. Kathiawar Gazetteer. pp. 626-27. ૧૩. પોરબંદરના સંવત ૧૭૦૯ના એક ઘરખતમાં શાહજહાંનની સત્તાનો ઉલ્લેખ છે અને સોરઠના સૂબા નવાબ આલેનો તેમાં ઉલ્લેખ છે. શાંતિનાથના ઉપર્યુક્ત સમય પછીના આ ઉલ્લેખ છે અને તે સમયે મુગલોની સત્તા જેઠવાઓને સ્વીકારવી પડી લાગે છે. પોરબંદરનો પોરબંદર તરીકે એ ખતપત્રમાં ઉલ્લેખ છે : (જુઓ રત્નકૃત-યદુવંશપ્રકાશ'). ૧૪. શ્રી અમિલાલ જીવનભાઈ ઢાંકી, પોરબંદર,ની જાળવણીમાં રહેલા (સ્વ) મુનિ ગિરધરલાલજીવાળા સંગ્રહમાં આ હસ્તપ્રત છે. (એ પૂરો સંગ્રહ ગત વર્ષ ગિરીશ મુનિને ભેટ આપવામાં આવ્યો છે.) ૧૫. શેઠ ગોવિદજી પારેખના આ અને શાહી ફરમાન બતાવવા બદલ લેખકો ઋણી છે. સવજી પારેખે પાછળથી વૈષ્ણવ ધર્મ સ્વીકારી ગોપાલલાલનું મંદિર બંધાવેલું. ૧૬. કાંકરોલીની સંવત ૧૭૩૨ની “રાજસમુદ્રપ્રશસ્તિમાં આવતા સૂત્રધારોનાં નામ પૂર્વે ગજધર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જુઓ Epigraphia Indica, Vol. XXIX=XXX, Appendix. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy