________________
૬૮
રૈવતકોદ્વારપ્રબંધ”.
૧૧. જિનવિજય મુનિ (સં.), પુરાતન-પ્રબંધ-સંગ્રહ, કલકત્તા ૧૯૩૬, પૃ ૩૪, “મં. સજ્જનકારિતરૈવત
તીર્થોદ્વારપ્રબંધ,” પ્રત (P).
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૧૨. જિનવિજય, કુમારપાલ, પૃ. ૪૦,
૧૩. એજન, પૃ. ૨.
૧૪. મને આ બીજી પરંપરા એટલી પ્રતીતિજનક જણાતી નથી. સારોયે પ્રશ્ન વિશેષ અન્વેષણ માંગી લે છે. ૧૫. મુનિ ચતુરવિજય (સં.), શ્રી આત્માનંદ-ગ્રંથમાલા, રત્ન ૩૪, ભાવનગર, વિ. સં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૧૪), પૃ× ૪-૫.
૧૬. વિસ્તારપૂર્વક અન્યત્ર ચર્ચા કરવા વિચાર્યું છે.
૧૭. Revised List., p. 356, Ins. No. 17.
૧૮. અહીં બીજા, સં. ૧૩૪૪વાળા લેખની કોઈ ચર્ચા નથી કરી. એમાં આવતા બ્રહ્માણગચ્છીય જજ્જિગસૂરિનું નામ સંપાદકોએ ટાંકેલ સલખણપુરની જૈન ધાતુપ્રતિમાના લેખ અતિરિક્ત પ્રસ્તુત ગામથી મળી આવેલ પાષાણનાં પબાસણો પરના કેટલાક લેખોમાં પણ મળે છે (જુઓ સં૰ જિનવિજય, પ્રાચીન જૈન સ્નેહસંગ્રહ (દ્વિતીય ભા), ભાવનગર, ૧૯૨૧, પૃ॰ ૩૦૭ (લેખાંક ૪૭૦, સં. ૧૩૩૦; લેખાંક ૪૭૩, સં. ૧૩૪૯), પૃ. ૩૦૯ (લેખાંક ૪૮૦, સં. ૧૩૩૦); પૃ- ૩૧૧ (લેખાંક ૪૯૦, સં. ૧૩૩૦) અને પૃ- ૩૧૨ (લેખાંક ૪૯૭, સં. ૧૩૩૦).
એક બીજી નોંધ એ લેવાની છે તે વંથળીની જુમામસ્જિદની ચાર પૈકીની ત્રણ મોટી, કરોટક પ્રકારની છતો, ત્યાંનાં જૈન મંદિરોના રંગમંડપોમાંથી ગ્રહણ કરવામાં આવી છે. આમાંની એક શોભનદેવ-કારિત પાર્શ્વનાથના મંદિરના મંડપની હોવાનો સંભવ છે.
મારા મૂળ લેખ પર સંપાદક-લેખક દ્વયે સામીપ્પના એ જ અંકમાં પૃ ૧૨ પર જે ખુલાસો આપ્યો છે તે નીચે મુજબ છે.
‘‘ઉપર્યુક્ત વિષય પરત્વે શ્રી ઢાંકી સાહેબે ઉપર મિતિમાં સં. ૧૧૮૧ને બદલે સં. ૧૧૮૯ વાંચવા કહ્યું છે, પરંતુ સદર લેખમાં સં. ૧૧૮૧ સ્પષ્ટ વંચાય છે. એ અનુસાર તિથિ અને વારનો મેળ બેસે છે, જયારે વિ. સં. ૧૧૮૯ વાંચતાં તિથિ અને વારનો મેળ બેસતો નથી. આથી વિ. સં. ૧૧૮૧નું વર્ષ વાંચવામાં ભૂલ થવાની કોઈ સંભાવના નથી (જુઓ આ અંકમાં આપેલો એનો એન્લાર્જ ફોટોગ્રાફ, ચિત્ર ૬.) આથી અમારા મૂળ લેખમાં પ્રતિપાદિત કરેલ મંતવ્ય યથાવત્ રહે છે.”
પુષ્પકાંત ધોળકિયા રામભાઈ સાવલિયા
આનો અર્થ એવો પણ થાય કે ઈસ્વી ૧૧૨૫માં મંદિર થઈ ગયા બાદ સજ્જન મંત્રીને ખસેડી તેમને સ્થાને શોભનની નિયુક્તિ થઈ હોવી જોઈએ, અને એ પદ પર તે ઓછામાં ઓછું સં. ૧૧૯૦ સુધી રહ્યો હોવો જોઈએ. બીજી બાજુ સજ્જન મંત્રીની પણ ઓછામાં ઓછું સં. ૧૧૭૧ ઈસ્વી ૧૧૧૫ પછીના કોઈ વર્ષમાં નિયુક્તિ થઈ ગઈ હોવી જોઈએ. અને શોભનદેવ એકાદ દશકા સુધી એ પદ પર એકાદ દાયકા સુધી રહ્યો હશે તેમ શત્રુંજયના અભિલેખો પરથી માનવું ધટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org