SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ: સમીક્ષાત્મક લઘુ અધ્યયન સૌરાષ્ટ્રમાં શ્રીમાળી વણિકોને વસાવ્યા. સજ્જન શ્રીમાળી હતો, વંથળી-લેખના દંડનાયક શોભનદેવ પણ શ્રીમાળી છે; અને સં. ૧૧૧૨-૧૩માં સોરઠના દંડનાયકરૂપે અધિકાર ચલાવનાર આંબાક-આગ્રદેવ પણ શ્રીમાળી હતો. આ તથ્યનો પણ કંઈક મર્મ તો હશે જ. સિદ્ધરાજના સમયના વરિષ્ઠ રાજપુરુષો, જેમ કે સાંત્વમંત્રી, ઉદયન મંત્રી, મંત્રી આશુક તથા આલિગ, સોમ મંત્રી, અને દંડનાયક સજ્જન–જે સૌ ઉપલબ્ધ પ્રમાણો અનુસાર જૈન મનાયા છે—તેઓમાં હવે દંડનાયક શોભનદેવનો ઉમેરો થાય છે. ગુજરાતના અને સોરઠના ઇતિહાસ પર એક નાનકડું પણ પ્રકાશમાન વર્તુળ કેન્દ્રિત કરવા માટે સંપાદકો નિઃશંક ધન્યવાદના ભાગી બને છે. ટિપ્પણો : ૧, પુષ્પકાંત ધોળકિયા તથા રામભાઈ સાવલિયા, “વંથળીની પાર્શ્વનાથ-પ્રતિમાની બેસણીના સં. ૧૧૮૧ અને સં. ૧૩૪૪ના લેખ,” સામીણ, ૧.૩, ઑક્ટો. ૧૯૮૪, પૃ. ૧૨૬-૧૨૯. ૨. એજન., પૃ. ૧૨૮. ૩. જુઓ મધુસૂદન ઢાંકી તથા લક્ષ્મણ ભોજક, “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટ પ્રતિમાલેખો”. | Sambodhi, Vol. VII, Nos. 1-4 (April 1978—Jan. 1979), p. 15. ૪. આચાર્ય જિનવિજય મુનિ (સં.), “કુમારપાલપ્રતિબોધ-સંક્ષેપ,” કુમારપાલચરિત્રસંગ્રહ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૧૨૫. 4. J. Burgess and H. Cousens, “Revised List of the Antiquarian Remains in the Bombay Presidency", Vol. VIII, ASI (NIS), Vol.XVI, Revised ed., 1897, p. 359, Ins. Nos. 27 & 30. E. Report on the Antiquities of Käthiāwād and Kacch, ASWI, sec. ed, Varanasi, 1971, p. 167 તથા Burgess and Cousens, Revised List., p. 355, Ins. No. 14. આ લેખ પર શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા લખાયેલ લેખ “ગિરનારના કેટલાક પૂર્વપ્રકાશિત લેખો પર પુનઃવિચાર”માં સવિસ્તર ચર્ચા થયેલી છે. (લેખ “(સ્વ) પં. બેચરદાસ સ્મૃતિગ્રંથ'માં સમાવિષ્ટ છે. જુઓ વારાણસી ૧૯૮૭, પૃ ૧૯૩-૧૯૪, (સં. મધુસૂદન ઢાંકી, સાગરમલ જૈન.). ૭. “સિદ્ધરાજ અને જૈનો”, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા, ૧૯૬૩, પૃ. ૧૦૯-૧૧૪ તથા ૧૨૦. ૮. બર્જેસે Antiquitiesમાં તો “જ્ઞાત" વાંચેલું; પણ Revised Listમાં “સત'આ બીજી વાચના જ સાચી છે. ૯. ગુજરાતનાં પ્રાપ્ત ઐતિહાસિક સાધનોમાં તો આ સંગાત મહાત્યનું નામ જડતું નથી. રાજસ્થાન તરફના કોઈ રજવાડાના મંત્રી હશે ? ૧૦. જિનવિજય મુનિ (સં.) , સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૬૫; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy