SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઇતિહાસજ્ઞોએ લક્ષમાં લીધું નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે ત્યાં “સજન”ને બદલે “સંગાત મહામાત્ય” નામ આપ્યું છે. સન્ ૧૯૭૫ તથા ફરીને સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા થયેલ ગિરનારનાં મંદિરોના સર્વેક્ષણ દરમ્યાન એ લેખને તપાસતાં ત્યાં નિશ્ચયતયા “સંગાત” નામ જ કોતરાયેલું હોવાની ખાતરી થઈ છે. આમ સજ્જન મંત્રીએ સં. ૧૧૭૬ | ઈ. સ. ૧૧૨૦માં ત્યાં મંદિર કરાવ્યાની વાતને કોઈ જ આધાર રહેતો નથી. આથી રાસુ-કથિત મિતિ ફેરવવાને હાલ તો કોઈ જ પ્રમાણ વા કારણ ઉપસ્થિત નથી. આ વાત લક્ષમાં લેતાં શોભનદેવ સં૧૧૮૧માં સોરઠનો દંડનાયક હોવાની વાત ટકી શકતી નથી અને વંથળીના લેખનું વર્ષ સં૧૧૮૧ને બદલે સં ૧૧૮૯નું જ હોવાની ઉપરની રજૂઆત વિશેષ મજબૂત બની રહે છે. (૫) સોરઠની ત્રણ વર્ષની ઊપજ વાપરી નાખીને સજ્જને ગિરનાર પરનું ઉપરકથિત મંદિર બનાવ્યાની વાત સૌ પ્રથમ નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ(સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં નોંધાયેલી છે. પછીનાં કેટલાંક પ્રબન્ધો અને અનુલેખનો એ જ વાત (અત્યુક્તિ સાથે) કહે છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવના નામ ઉપરથી એને “કર્ણવિહાર' સરખું અભિધાન અપાયાનું પણ કુમારપાલપ્રબોધપ્રબંધમાં કહ્યું છે, પણ અજ્ઞાતકર્તુક કુમારપાલદેવચરિત (આ ઈ. સ. ૧૩૦૦-૧૩૨૫) અનુસાર તો પ્રસ્તુત મંદિર સજ્જને કર્ણદેવના સમયમાં બાંધેલું અને એ પૂર્ણ થતાં પહેલાં સજ્જન દિવંગત થવાથી એના પુત્ર પરશુરામ ધ્વજારોપણવિધિ કરેલી. તપાગચ્છીય જિનમંડનગણિ પોતાના કુમારપાલપ્રબંધ(સ. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પ્રસ્તુત અનુશ્રુતિને યથાતથ અનુસરે છે ". આ એક નોખી સમસ્યા હોઈ એ અંગે અહીં વિશેષ વિચાર કરવો પ્રાપ્ત નથી, પણ મંદિરનું અભિધાન કર્ણવિહાર' રાખવામાં આવ્યું હશે એટલું તો ચોક્કસ, કેમ કે આ વાતની પુષ્ટિ કરતો, સિદ્ધરાજના શાસનકાલનો (મિતિ નષ્ટ) (અને ભાષાની દૃષ્ટિએ અપભ્રષ્ટ) અભિલેખ ગિરનાર પર નોંધાયો છે, જેમાં મંદિરનો સ્પષ્ટ રૂપે કરાયતન (કર્ણાયતન)' નામે ઉલ્લેખ થયો છે. (૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ હર્ષપુરીય-ગચ્છના માલધારી હેમચંદ્રસૂરિવાળા યાત્રા-સંઘની સતામણીને કારણે થઈ હશે એમ માનવું વધુ પડતું ગણાય. ખેંગારે સંઘને લૂંટ્યો નહોતો અને રોકી રાખ્યા પછી સૂરિની સમજાવટથી ડુંગર પર યાત્રાર્થે ચડવાની પરવાનગી આપી દીધેલી. સિદ્ધરાજની ચડાઈ શુદ્ધ રાજદ્વારી હેતુથી જ, રાજ્યને વિસ્તારી સામ્રાજ્ય બનાવવાની મહેચ્છાથી, અને એને પ્રભાવે “સિદ્ધચક્રવર્તી' બનવાની લાલચે પ્રેરાઈ હોવાની વિશેષ સંભાવના છે. વંથળી-પબાસણનો મૂળે સં. ૧૧૮૯નો સિદ્ધ થતો લેખ શત્રુંજયના લેખોથી શોભનદેવના વિષયમાં વિશેષ સ્પષ્ટતાનો દ્યોતક બની રહે છે. એક જૈન અનુશ્રુતિ એવી છે કે સજ્જન દંડનાયકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy