SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ સમીક્ષાત્મક લઘુ અધ્યયન. જણાય છે. પ્રસ્તુત મિતિને શત્રુંજય પરનાં બે પૃથફ પબાસણોના લેખોનું મહદંશે સમર્થન મળી રહે છે. ત્યાંના સંદર્ભગત લેખોની વાચના આ પ્રમાણે છે : संवत् ११८९ वैसा(शा)षे महं श्रीसो(शोभनदेवेन । संभवस्वामिप्रतिमा श्री સ(શ)jનયતીર્થે રિતા || संवत् ११९० आषाढ सुदि ९ श्रीब्रह्माणगच्छे श्रीयशोभद्रसूरि...... शत्रुजयतीर्थे महं. शोभनदेवेन स्वयं श्रेयसे प्रतिमा कारापिता ।। આમાં પહેલા લેખનું વર્ષ જેમ વંથળીના લેખમાં સં. ૧૧૮૯નું હોવાનું ઉપર સૂચવ્યું છે તે જ છે અને બીજા લેખનું સં. ૧૧૯૦. બન્ને લેખોમાં શોભનદેવને મર્દ (મહંતો, મહત્તમ) હોવાનું કહ્યું છે. આથી એ નિશ્ચયતયા મંત્રી-મુદ્રા ધારણ કરનાર રાજપુરુષ છે; જો કે ત્યાં એને “દંડાધીશ કહ્યો નથી. પણ એમ જોઈએ તો કુમારપાળે જે આંબાક ઉર્ફે આમ્રદેવને ગિરનાર પર ચડવાની પદ્યા (પાજ) કરાવવા સોરઠનો દંડનાયક બનાવી મોકલ્યાનું સમકાલીન લેખક બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્ય-કૃત જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અંતર્ગત કહે છે તે આંબાક પોતે તો ગિરનારના ખડકો પરના લેખોમાં પોતા માટે “મર્દ” એટલું જ સૂચિત કરે છે". આથી શત્રુંજયના લેખોમાં “દંડપતિ' શબ્દનો અભાવ મર્મયુક્ત બની શકતો નથી. વિશેષમાં શત્રુંજયના સં. ૧૧૯૦ની મિતિવાળા બીજા અભિલેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય યશોભદ્રસૂરિને બ્રહ્માણગચ્છ'ના કહ્યા છે, જેમ વંથળીના બંને લેખોના આચાર્યો–પ્રદ્યુમ્નસૂરિ તથા જસ્જિગસૂરિ–પણ બ્રહ્માણગચ્છના છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો શત્રુંજયના લેખોના મહત્તમ શોભનદેવ વંથળીના લેખવાળા શોભનદેવથી અભિન્ન જણાય છે, એટલું જ નહિ, પણ શત્રુંજયના લેખોની મિતિઓ–સં. ૧૧૮૯ તથા સં. ૧૧૯૦–ને ધ્યાનમાં રાખતાં વંથળીના લેખની મિતિ સંપાદકોએ વાંચી છે તેમ સં૧૧૮૧ની હોવાને સ્થાને અહીં સૂચવ્યું છે તેમ સં. ૧૧૮૯ હોવાની શક્યતાને વિશેષ ટેકો મળી રહે છે અને એ કારણસર અરિષ્ટનેમિના ભવનની સર્જન-કારિત નવનિર્માણ-મિતિ નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિએ રેવંતગિરિરાસ (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતુ)માં જે સં૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ની હોવાનું નોંધ્યું છે તે અફર રહે છે. (૪) (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ નેમિનાથના દક્ષિણ પ્રવેશદ્વાર (વસ્તુતયા ઉત્તર તરફની પ્રતોલી)માં સં. ૧૧૭૬ (ઈ. સ. ૧૧૨૦)નો લેખ હોવાની જે વાત કરી છે તે ભ્રાંતિમૂલક છે. આજે વર્ષોથી ગુજરાતના વિદ્વાનો એ ગલત વિધાનથી ઊંધે રસ્તે દોરવાયા છે. પ્રસ્તુત લેખ-પ્રાંતે જે વર્ષ હતું તે બર્જેસે સં. ૧૨૭૬ જેવું વાંચેલું; જો કે એમાં જે આચાર્યનું નામ છે તે શ્રીચંદ્રસૂરિનો સમય એમની કૃતિઓ અન્વયે સં. ૧૧૬૯ | સં. ૧૧૧૩થી સં. ૧૨૨૮ | ઈ. સ. ૧૧૭૨ના ગાળામાં આવે છે. આથી ત્રીજો અંક ૧૭'ને સ્થાને અસલમાં 0” અથવા “૧'નો હશે. (સ્વ) પં, લાલચંદ્ર ગાંધી એવું સૂચન કરે છે જ, જે ગુજરાતના નિ, ઐ, ભા. ૨-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy