SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૧) લેખોવાળી બેસણી પાયાના ખોદકામ દરમ્યાન વંથળીથી મળી હોઈ સં. ૧૧૮૧વાળા લેખમાં કરેલ શોભનદેવ-કારિત પાર્થ-જિનાલય વંથળીમાં બંધાયું હોવાનું ધારી શકાય. (૨) કારાપક શોભનદેવની સજન મંત્રી પછી સોરઠના દંડનાયકરૂપે નિયુક્તિ થઈ હશે. (૩) આમ હોય તો સજ્જન મંત્રીએ ગિરનાર પર જિન નેમિનાથના મંદિરનું નિર્માણ સં. ૧૧૮૫માં કરાવ્યું હોવાની જે નોંધ “રેવંતગિરિરાસુ'માં મળે છે તે સાચી ન હોતાં મંદિર તે પહેલાંનાં વર્ષોમાં હોવું ઘટે. (૪) પ્રબંધચિંતામણિ' અનુસાર સજ્જન મંત્રીએ સોરઠની ત્રણ વર્ષની ઊપજ ઉપર્યુકત મંદિરને બંધાવવામાં વાપરેલી; જીર્ણોદ્ધાર સંબંધી ત્યાં સં૧૧૭૬નો લેખ હોઈ કાર્ય વિ. સં. ૧૧૭૪ના અરસામાં હાથ ધરવામાં આવ્યું હોય. (૫) સજ્જનના આ કૃત્યથી નારાજ થયેલ સિદ્ધરાજે જીર્ણોદ્ધાર બાદ એને પાછો બોલાવી એને સ્થાને શોભનદેવને દંડનાયક નીમ્યો હોય. (૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ માલધારી હેમચંદ્રસૂરિ સાથે ગિરનારતીર્થની વંદનાર્થે ગયેલા સંઘની ખેંગારે કરેલ પજવણીને કારણે હોય. આ મુદ્દા એક પછી એક તપાસી જોઈએ: (૧) સંદર્ભગત અભિલેખોમાં જો કે વંથળી(વામનસ્થલી)નું નામ દીધું નથી તોપણ પબાસણ વંથળીમાં મકાનના પાયાના ખોદકામમાંથી નીકળ્યું હોઈ એ તળપદું હોવાનો પૂરો સંભવ છે અને લેખમાં શોભનદેવને “સુરાષ્ટ્રનો દંડાધિપ” (સુપ્ટિલ્લે ચૂંટfધપતિ) એમ કહ્યું નથી, એમ છતાં જ્યારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને મહિમ્ન જૈન તીર્થો–ઉજ્જયંતગિરિ, શત્રુંજય પ્રભાસાદિ–ને છોડી વંથળી જેવા સ્થાને એ જિનાલય બંધાવે છે એ તથ્ય લક્ષમાં લેતાં, એ સોરઠ સાથે સંકળાયેલો રાજપુરુષ હોવો જોઈએ. શોભનદેવ સૌરાષ્ટ્રમાં દંડનાયકપદે રહ્યો હોવાની સંપાદકોની ધારણા સામે વાંધો ઉઠાવી શકાય એમ નથી. (૨) પણ પ્રથમ લેખના સંવતના છેલ્લા અંકની વાચના પુનર્વિચારણા માગી લે છે. સંવદર્શક આંકડામાં શરૂઆતના બે એકડાઓનું રૂપ સ્પષ્ટ છે; બન્ને સીધા (લગભગ આજે ગુજરાતીમાં કરીએ છીએ તેવા) છે અને ગુજરાતના મધ્યકાલીન અભિલેખોમાં એકડો મોટે ભાગે એ જ રીતે જોવા મળતો હોઈ એમાં તો કોઈ જ સંશય-સ્થિતિ રહેતી નથી. ત્રીજો “૮”નો અંક પણ બરોબર જ છે, પણ છેલ્લો, જેને સંપાદકોએ “૧'નો અંક માન્યો છે તે મરડાયેલ હોઈ એને ‘૯'નો અંક માનવો ઇષ્ટ જણાય છે. લેખ વસ્તુતઃ સં. ૧૧૮૯ ઈ. સ. ૧૧૩૩નો હોવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy