________________
પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ
પોરબંદરની પ્રાચીનતા વિશે થોડુંક ભૂમિકારૂપે વિવેચન અન્યત્ર થઈ ગયું છે'. સાંપ્રત લેખમાં પોરબંદર-સ્થિત વાસુપૂજ્ય-જિનાલયના મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા તથા તેના આસન પર કોરેલ લેખની વાચના-વિવરણ કરવા વિચાર્યું છે.
પોરબંદરમાં જૈનો ક્યારથી વસ્યા અને જિનાલયો કયા સમયથી બંધાવા લાગેલાં તે મુદ્દા પર જોઈએ તેવું સંશોધન થયું નથી; પણ સાંપ્રત સંદર્ભમાં ઉપયોગી થાય તેવી પ્રકાશિત થઈ ચૂકેલી એક નોંધ અહીં ઉદ્ધત કરીશું, જેના તાત્પર્ય પરથી એમ જણાય છે કે પોરબંદરમાં ૧૫મા શતકમાં ભગવાન પાર્શ્વનાથનું એક મંદિર વિદ્યમાન હતું : (ઉદ્ધરણ જે લેખમાંથી લેવાયેલું છે ત્યાં મૂળ સંદર્ભ જૂનાગઢ-અનુલક્ષિત છે.)
જૂનાગઢ સંબંધી બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ જ કાળ સમીપવર્તી (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના પ્રારંભિક જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માંથી.
જૂનગઢ પાસ તેજલપુરિ તેજલ-વિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી જુહારી
ભુભિલીય સંપ્રતિકે ગઈ વિહારી ૩ી. અહીં પણ “જૂનઈગઢમાં જૂનાગઢના) તેજપાળ-વિહારના “પાર્થનો ઉલ્લેખ છે. સાથે સાથે “મંગલપુર (માંગરોળ)ને પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુરિ’ (પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી'(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી(ઘુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે.)”
જિનતિલકસૂરિનો સમય ૧૫મા શતકના અંતિમ ચરણમાં મૂકવો જોઈએ; કેમકે તેમના ગુરુ હેમચંદ્રસૂરિના ગુરુ અભયદેવસૂરિના ઉપદેશથી ખંભાતના સાહ શાણરાજે ગિરનાર પર વિમલનાથનો જે પ્રાસાદ બંધાવેલો તેની મિતિ સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩ આપવામાં આવે છે. આથી જિનતિલકનો પોરબંદરના પાર્થનો ઉલ્લેખ ૧૫મા શતકના અંત ભાગનો માનીએ તો પ્રસ્તુત મંદિર તે પૂર્વે બંધાઈ ચૂક્યું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org