________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
૫૯
આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક શ્વેત આરસની જિન પ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલો છે : યથા :
[í. ૨] સં. ૨૪ [૧] વર્ષે માવ સુ ૨ જી સૂરત વાનિ શ્રી શ્રી –
[पं. २ ] मालज्ञातीय श्रे. भाई आख्येन भा. रुडी सु. श्रे झांझण प्रमुख कुटुंब [३] युतेन श्रीविमलनाथबिंब कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः॥
આ લેખનો ઉલ્લેખ (સ્વ) મુનિ શ્રી દર્શનવિજયજીએ કર્યો છે, પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૯ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રી રત્નસિંહસૂરિના નામને કારણે લખ્યું હશે; કેમ કે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં કરાવેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હોવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં. ૧૫૦૯ હોવાનો સંભવ હોવા છતાં', પ્રસ્તુત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમ કે આની પ્રતિષ્ઠા તો “સૂરયત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબે કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં હોવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે.
(૧૦)
સગરામ સોનીના કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં૧૫(0)૯નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમગચ્છના કોઈ (દેવેન્દ્ર ?) સૂરિની કરેલી હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા :
स्वस्ति संवत १५(०?)९ वर्षे वैशाख वदि ११ शुके वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या [लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंबं कारित ગામ છે [નીટી-૨] પ્રતિષ્ઠિત શ્રી- (મૂરિ?) fમ: [તી. રૂ]
પ્રતિમા વિસલનગર(વિસનગર)ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે.
આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org