SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ યથા : संवत १३६१ ज्येष्ठ शुदि ९ बुधे श्रीमालज्ञातीय ठ. तिहुणा सुन [पं. १] महं. पदम महं. वीका महं हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [पं. र] निज पितृपितामह मातामह भ्रातृ स्वसृ श्रेयोर्थं चतुर्विंशतिपट्टः का [पं. ३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रसूरिभिः । શુકં ભવતુ સમસ્ત કુ. પટ્ટના કારાપકો તથા પ્રતિષ્ઠાપક સૂરિના ગચ્છ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮નો આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કોરેલ છે : યથા : સા સા થાળ બ્રાન્ ! B ( 2) | નાથ ! (વાદ્રી ?) [ સંવત ૨૪૨૪ વર્ષ श्री श्रीमालन्यातीअ श्रेष्ठी करमण भार्या करमादे सुत सारंग भार्या सहित [१] उलगिसहा [२] પંદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવર”ને નમ્યાનો ઉલ્લેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે? પ્રસ્તુત જિનનો નિર્માણકાળ આથી ઈ. સ. ૧૪૩૮ના અરસાનો અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય” પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પૂનિગ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટે ભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હોવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં લેખકનો “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ.) જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણના જિનચતુર્વિશતિપટ્ટ (૩૮" X ૨૧")ની નીચે આ સં. ૧૪૯૯ | ઈ. સ. ૧૪૪૨-૪૩નો ટૂંકો લેખ છે : યથા : [पं. १ ] सं. १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन રો...તેવયુતે ચતુર્વિ. [૫. ૨) પટ્ટઃ રિત: પ્રતિ. શ્રી સોમસુન્દરમિ : લેખનું મહત્ત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય-રાણકપુરના જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ ચતુર્મુખમહાવિહાર તેમ જ દેવકુલપાટક(મેવાડ-દેલવાડા)માં પ્રતિષ્ઠા કરનાર તપગચ્છાલિકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલ્લેખો છે. અને સમરસિંહ તે કદાચ “કલ્યાણત્રયના મંદિરને સંત ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપકો (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy