________________
૫E
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પ્રતોલીની ભમતીમાં પડતી ભીંતને અઢેલીને લગાવેલ “વીસ વિહરમાન જિન'ના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણેનો ત્રણ પંક્તિમાં લેખ કર્યો છે. (ચિત્ર “૨'). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે પૂર્વે પ્રકાશિત કરેલી. અહીં અમે તે લેખનો ઉપલબ્ધ પૂરો પાઠ આપીએ છીએ :
सं. १२९० आषाढ श्रु ८ भोमे प्राग्वाट ठ. राजपाल ठ. देमति सुत महं. धांधलेन स्वभार्या महं. सिरी [१] तत्पितृतः कान्हड ठ-णू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह रूपिणि महतरा કૌમુદ્ર+ [૨] [સમેતશિરપટ્ટ] ક્ષતિઃ | પ્રતિષ્ઠિતઃ શ્રી નિત્યાનંદસૂરિજીfમ:[]
આ પટ્ટના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નંદીશ્વરદ્વીપપટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમનો પરિવાર છે; આગળ લેખાંક “જમાં કહેલ કેટલાકનાં નામો અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્ય અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિનની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્રવર્તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પણ બે કારણસર અમને તે સમેતશિખરનો પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંક્તિ વીસ જિનોમાં ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિનને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનોના દેવકુલો વિશે સ્થાપનાનો ભાવ રજૂ કરે છે. આ તથ્થો લક્ષમાં લઈ અમે પંક્તિ બેમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠ અક્ષરો “સમેતશિખરપટ્ટ:' હશે તેમ માન્યું છે.
બંન્ને લેખોમાં અપાયેલી કારાપક સંબંધી માહિતી એકઠી કરતાં આ પદો સ્થાપનાર મહત્તમ ધાંધલનું વંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે : ઠ૦ + ણ = 6. કાન્હડદે ઠ, રાજપાલ = દેમતિ
પુત્રી મહં. સિરી =મહં. ધાંધલ
ઉદયન
વાંધા
_(પુત્રો) |
(પુત્રીઓ)
સૂમા સોમ સીહા આસપાલ જાલ્ડ નાસુ
રૂપિણી મહત્તરા શ્રીમુદ +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org