________________
૫૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
મહદંશે મુક્તિ મેળવી લીધી છે”.) તત્પશ્ચાત્ બર્જેસ અને કઝિન્સ એમના મુંબઈ મહાપ્રાંતના પ્રાચ્યાવશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બર્જેસે આપ્યા છે તે (ક્યાંક ક્યાંક પાઠાંતર છે), અને ૧૩ જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા".
આ પછી દત્તાત્રય ડિસકળકરે કાઠિયાવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે.), જેમાં બર્જેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિક્ત અન્ય ચારેક નવીન લેખોની વાચના એવં ભાવાર્થ આપ્યાં છે.
બર્જેસ અને બર્જેસ-કઝિન્સે આપેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા અઢારેક જેટલા લેખો (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખોના સંકલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટિપ્પણ પણ કર્યું છે. તે પછી એક વર્ષે આચાર્ય વિજયધર્મસૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદર્ભમાં આપેલી. ત્યારબાદ (સ્વ) ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુજરાતના શિલાલેખો સંબંધી તેમના બૃહદ્ સંકલન ગ્રંથના ભાગ ૨-૩માં બર્જેસ-કઝિન્સ પ્રકાશિત કરેલ, તથા ડિસકળકરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાત લેખોમાંથી ૧૭ જેટલા લેખો સમાવિષ્ટ કર્યા છે.
આ પછી ગિરનારના બે વિશેષ લેખોની વાચના (એક અલબત્ત અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવાબે પોતાના જૈન તીર્થો અને સ્થાપત્ય વિષયક ગ્રંથમાં દીધી છે". ત્યાર પછીના તરતનાં વર્ષોમાં તો ગિરનારના અભિલેખો વિશે ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ થઈ હોવાનું અમને જ્ઞાત નથી; પણ જૈન દેવાલયો ફરતા દેવકોટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખોની વાચનાછો મા અત્રિએ આપેલી છે, જેમાંથી એક પર–વરડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિતવિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખક દ્વારા થયેલી છે.
અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખો અદ્યાપિપર્યન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણ બહાર રહેલા કોઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂક્યો હોય તો અમારા ભવિષ્યનાં પ્રકાશનોમાં તેની ઉચિત નોંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થોડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણો તેવા કિસ્સાઓના સંદર્ભમાં દર્શાવ્યાં છે.
(૧)
.
આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org