SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મહાતીર્થ ઉજ્જયંતગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પટ્ટાદિના લેખો વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચના સમેત વિસ્તારથી કહીશું. સન્ ૧૯૭૩ તથા પુનઃ સન્ ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરનાં મંદિરોનાં કરેલાં સર્વેક્ષણો દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવધિ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત ઐતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજ્જયંતપર્વત ગિરનારગિરિ ઉત્તર મધ્યકાળ સુધી તો કેવળ જૈન તીર્થરૂપે જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખો જૈન દેવાલયો અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી. ગિરનાર પરના થોડાક લેખોની (વાચના લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટોડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળિયા અને ગડબડગોટાળાયુક્ત નોંધ લેવાઈ છે. (ટડે જેની સહાયતાથી આ લેખો વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લોકો પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટૉડે પોતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટૉડની નોંધો પર બિલકુલ ઇતબાર રાખી શકાય તેમ નથી. ટૉડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીર્થનાયક જિન નેમિનાથના મંદિર(એમના કથન અનુસાર)ના દક્ષિણ દ્વારા અંદરના સં૧૧૭૬ / ઈસ. ૧૧૨૦ના લેખ પર વાચના દીધા સિવાય થોડી શી ચર્ચા કરી છે, જો કે આવા સમર્થ વિદ્વાનું પણ પ્રસ્તુત લેખને ન તો સારી રીતે વાંચી શક્યા છે કે ન તો તેનું હાર્દ સમજી શક્યા છે. (આ સંબંધમાં આ ગ્રંથમાં જ આના પછી આવતા લેખમાં વિશેષ ચર્ચા કરી છે.) ઇન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારનાં મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં. ૧૨૮૯ | ઈ. સ. ૧૨૩૧-૩રની મિતિના છ પ્રશસ્તિ લેખોમાંનો એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિનો અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખો પ્રગટ કર્યા છે : પણ બર્જેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખોના પાઠોમાં વાચનાદોષો (અને અર્થ સમજવામાં ક્ષતિઓ) રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિનો યથાર્થકાળ જ્ઞાત ન થવાથી તેના અર્થઘટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધી ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જબ્બર ભૂલથાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણથી થયેલી દિબ્રાન્તિમાંથી પછીના વિદ્વાનોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy