________________
૧ ૨
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં “ઉજ્જયંત મહાતીર્થે “વસ્તુપાલ-વિહાર'ને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરદુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવન'માં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર “વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે. તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું, ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમ્મતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મરુદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ ‘કપર્દીભવન'ના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે.
શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે.
(ગિરનાર પર્વતમામ શ્રી વરદુડિયા પરિવારનો પ્રશસ્તિ લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fછત શ્રી વિજયસેનસૂHિ[ ] શ્રી શેતુંગq) માં ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री वास्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा ८. ग्र? महामात्य) श्री तेजपालकारित श्री नेमिनाथ चै(थ ? त्य) जगत्यां देवकुलि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org