SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૧ ૧ અને દેવમંદિર “તીર્થ’ કે ‘મહાતીર્થ' બની જાય છે. પશ્ચિમ ભારતમાં ઠેકઠેકાણે બંધાયેલાં મોટી સંખ્યાનાં જૈન મંદિરોમાંથી બહુ જ થોડાં જૈન જગતમાં પરમ પ્રતિષ્ઠિત મનાય છે. શત્રુંજયગિરિ અને એના નાયક શ્રી આદીશ્વર ભગવાન, ઉજ્જયંતગિરિની જુદી જુદી ટૂકો અને તીર્થનાયક જિન અરિષ્ટનેમિ, સત્યપુરમંડન શ્રી મહાવીર, તંભનપુરાધીશ પાર્થ, અને ભૃગુપુરાલંકાર શ્રી મુનિસુવ્રતનો મહિમા મધ્યયુગમાં પ્રથમ કક્ષાનો ગણાતો. તે પછી આવે શંખેશ્વર પાર્શ્વનાથ (શંખપુરની શંખવસતીના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વ), અવંતિના અંતરિક્ષ-પાર્શ્વનાથ વગેરે. વસ્તુપાળે આમાંના કેટલાકનાં મહિમાસ્વરૂપ મંદિરો શત્રુંજય અને ગિરનાર પર બંધાવેલાં ૩૫. આ પ્રકારનાં અવતારિત મંદિરો બાંધવાની પ્રથા પશ્ચિમ ભારતમાં વસ્તુપાલની આગમચ ૧૨મા શતકમાં હતી તેનું એક પ્રમાણ નફૂલના ચાહમાનોની નગરી નાડલાઈ– નફૂલડાગિકામાં મળે છે. ત્યાંના સં. ૧૧૩૯ | ઈ. સ. ૧૧૯૫ના લેખમાં ત્યાં ડુંગર પર આવેલા યાદવનેમિનાથના મંદિરને “ઉજ્જયંતતીર્થ” કહ્યું છે. કર્ણાટદેશનું એક આથીયે પુરાણું દષ્ટાંત મને આ પળે સ્મરણમાં આવે છે. દોદ્દગફવલ્લિના લક્ષ્મીદેવીના મંદિરના ઈ. સ. ૧૧૧૨ના તુલ્યકાલીન લેખમાં, દક્ષિણદેશમાં ખ્યાતનામ કોલ્હાપુરસ્થ મહાલક્ષ્મી ઉપરથી એ ગામને “અભિનવ કોલ્હાપુર' એવું અભિધાન આપ્યું છે, આથી એ મંદિર કોલ્હાપુરવાળીનું ઠરે છે. હવે આબૂનાં દેવાલયો એ કાળે પ્રમાણમાં પરિચિત, એ સમયે જાણીતી વ્યક્તિઓ દ્વારા બંધાયેલાં. દંડનાયક વિમલ કારિત આદીશ્વરભવન અને તેજપાળ નિર્મિત નેમિનાથના મંદિરનો ખાસ મહિમા નહોતો. જાબાલિપુરમાં પણ યક્ષવસતી સિવાયનાં મંદિરો ૧૨મી-૧૩મી શતાબ્દીનાં હતાં અને વિજાપુરનાં પણ ૧૨મી ને ૧૩મી સદીનાં હતાં. એમાંનાં કોઈ પોતાના મહિમા માટે પ્રસિદ્ધ નહોતાં. આથી એમનાં અવતારરૂપ મંદિરો ઊભાં કરવાનો વિચાર સરખો પણ ભાગ્યે જ આવે. શ્રી અત્રિના લેખને ફરી એક વાર વાંચતાં એક નાનકડો પણ ચર્ચાસ્પદ મુદ્દો નજરે આવ્યો. શ્રી અત્રિ લખે છે કે “ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન છયે લેખોમાં ઉલ્લેખિત તમામ બાંધકામને ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં X “વસ્તુપાલવિહાર' જેવું એક જ નામ આપવા છતાં એ જ લેખમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તુપાલે ગિરનાર ઉપર ચાર મંદિરો બંધાવ્યાં. આ ચાર પૈકીનાં ત્રણ(આદિનાથ, અષ્ટાપદ અને સમેતશિખર)નો સમાવેશ તો ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન લેખોને આધારે “વસ્તુપાલવિહારમાં જ થઈ શકે તેમ છે. તેથી ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખને આધારે એમ માની શકાય કે ચોથું કપર્દી-યક્ષનું મંદિર પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત ક્યાંય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં આગળ જોયું તેમ) આ અમાત્ય બંધુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy