________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આગળ ચાલતાં શ્રી અત્રિએ એક બીજું વિશદ પરંતુ ચર્ચાકર્ષક અવલોકન કર્યું છે તે જોઈએ : “ “વસ્તુપાલવિહાર”ની વાત પૂરી થયા પછી ચોથી પંક્તિમાં મુકાયેલાં બે પૂર્ણવિરામો પણ એ વાતનાં ઘાતક છે કે તેમના પછીના વિધાનને તેમની પૂર્વની વિગત જોડે સંબંધ નથી (તેથી જ કદાચ, પછી ક્યાંય વિરામચિહ્ન વપરાયું નથી). વિવિધ બાંધકામનો પ્રસ્તુત લેખમાં થયેલો ઉલ્લેખ નીચે મુજબ છે : (૧) ઉજ્જયંત મહાતીર્થ
વસ્તુપાલવિહાર, (૨) શત્રુંજયે
આદિનાથ, (૩) સત્યપુરે
મહાવીર, (૪) અર્બુદાચલે
નેમિનાથ, (૫) જાબાલિપુર
પાર્શ્વનાથ, અને (૬) વિજાપુર
નેમિનાથ. આ યાદીમાં ‘સ્તંભનકપુર’અને કાશ્મીરનો ઉલ્લેખ નથી તથા ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં “અર્બુદાચલાવતાર', “જાબાલિપુરાવતાર” અને “વિજાપુરાવતાર'નો ઉલ્લેખ નથી એ નોંધનીય છે. (“ગિરનારના”, પૃ૨૦૭-૨૦૮.)”
અહીં ફરી વાર એ વાત યાદ દેવડાવીએ કે આ લેખ વસ્તુપાલ-તેજપાલનો નહીં, વરાહુડિયા કુટુંબનો છે. વસ્તુપાલે તીર્થનાયક નેમિનાથના મુખ્ય ચૈત્યના પૃષ્ઠભાગે કરાવેલ કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકામાં કે ત્યાં મંત્રીશ્વરે કરાવેલ સ્તંભનકપુર પાર્શ્વનાથના મંદિરમાં વરાહુડિ પરિવારે કાંઈ જ કરાવ્યું નહીં હોય એટલે પ્રસ્તુત લેખમાં સ્વાભાવિક રીતે જ તેનો ઉલ્લેખ નથી આવતો. બીજી બાજુ “વસ્તુપાલવિહારમાં લગાવેલ મંત્રીશ વસ્તુપાલના લેખોમાં “અર્બુદાચલાવતાર,' “જાબાલિપુરાવતાર” અને “વિજાપુરાવતાર'ના ઉલ્લેખ નથી આવતા એનાં બે કારણો છેઃ (૧) વસ્તુપાલે આ ત્રણ સ્થળોનાં જિનભવનોનાં અવતારસ્વરૂપ મંદિરો ગિરનાર પર કે અન્યત્ર બંધાવ્યાં નહોતાં, એટલે સ્વાભાવિક રીતે જ એની નોંધ લેવાઈ નહીં; (૨) ગિરનાર તો શું પણ બીજા કોઈ પણ સ્થળે અન્ય કોઈએ પણ અર્બુદ, જાબાલિપુર, કે વિજાપુરના અવતારનાં મંદિરો બંધાયાં હોવાનું જાણમાં નથી. અહીં એ જોવું જોઈએ કે અવતારરૂપ દેવાલયો કોનાં બાંધવામાં આવતાં અને એ પ્રથા કયારથી પ્રચારમાં આવી. જેમ બ્રાહ્મણધર્મમાં તેમ જૈનદર્શનમાં બધાં જ દેવસ્થાનો “તીર્થરૂપ,” “સિદ્ધક્ષેત્ર,” કે “મહિમામય” ગણાતાં નથી. જે સ્થાન, યા તો મંદિરની અધિનાયક-પ્રતિમા અતિ પ્રાચીન, પ્રભાવક, અને લોકમાન્યતામાં ચમત્કારયુક્ત, સિદ્ધિદાતા મનાતી હોઈ પુરવાર થઈ હોય તે સ્થળ, પ્રતિમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org